પસંદગી પામેલા 6 વિધાર્થીઓને માસિક રૂ.20 હજાર સ્ટાઈપેન્ડ મળશે..
પાટણ તા. 21
પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી
ના પત્રકારત્વ વિભાગના 6 વિદ્યાર્થીઓની ગુજરાત સરકારની “મીડિયા ફેલોશિપ” યોજના હેઠળ પસંદગી કરવામાં આવી હોવાનું યુનિવર્સિટી જનૉલિઝમ ડિપાર્ટમેન્ટ ના કો.ઓડિનેટર આનંદભાઈ પટેલ અને ટીચિંગ આસિસ્ટન્ટ ભરતભાઈ ચૌધરી એ જણાવ્યું હતું.આ બાબતે માહિતી આપતા આનંદભાઈ પટેલ અને ભરતભાઈ ચૌધરી એ જણાવ્યું હતું કે હેમ.ઉ.ગુ. યુનીવર્સીટીના જનૉલિઝમ ડિપાર્ટમેન્ટ મા અભ્યાસ કરતા મુકેશ બાબુજી પરમાર,રમેશજી મદારજી ઠાકોર, જગતાભાઈ વરદાભાઈ ચૌધરી,દશરથ લાધાજી ગેહલોત,ભોળાભાઈ ભોમાભાઈ બોધુ અને પ્રતિક્ષાબેન કનૈયાલાલ પંચાલ નામના આ 6 વિધાર્થીઓની ગુજરાત સરકાર ની મિડિયા ફિલોસોફી યોજના માટે પસંદગી પામ્યા છે.
ત્યારે આ 6 વિદ્યાર્થીઓને માસિક 20 હજાર રૂપિયાનું સ્ટાઈપેન્ડ મળશે. જેઓને એક વર્ષ સુધી પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ભુજ અને સાબરકાંઠાની જીલ્લા માહીતી કચેરીઓ ખાતે કામગીરી કરવાની રહેશે તેવું તેમણે જણાવ્યું હતું.પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટીના જનૉલિઝમ ડિપાર્ટમેન્ટ ના 6 વિધાર્થીઓની ગુજરાત સરકાર ની મિડિયા ફિલોસોફી યોજના માટે પસંદગી થતાં