fbpx

રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિતના સમર્થકોએ ભાજપ નો કેસરીયો ધારણ કરી ભાજપના વિજય નો જયઘોષ કર્યો.

Date:

રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિતના સમર્થકો ને ભરતસિંહ ડાભી એ કેસરિયો ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા…

પાટણ તા. ૧૨
પાટણ લોકસભાની બેઠક પર ભાજપ ના ઉમેદવાર ભરતસિંહ ડાભીને ઠેર ઠેર મતદારો નો સુંદર આવકાર સાંપડી રહ્યો છે. ત્યારે મોદી સરકારના વિકાસ મંત્રને અનુસરવા અનેક કોંગ્રેસ આગેવાનો, કાયૅકરો પણ ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને સમથૅન જાહેર કરી કેસરીયો ધારણ કરી રહ્યા છે. શુક્રવારે ભરતસિંહ ડાભીની લોકસભા મત વિસ્તારના રાધનપુર તાલુકાના દેવ ગામમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન રાધનપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસને રામ રામ કરી ભાજપનો કેસરિયો ખેર ધારણ કરતા રાધનપુ ર કોંગ્રેસમા સોપો પડી જવા પામ્યો હતો. ભરતસિંહ ડાભીના જાહેર કાર્યક્રમમાં રાધનપુર તાલુકા કૉંગ્રેસ સમિતિ ના પ્રમુખ અમીરજી ઠાકોર પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાતા તમામને ભરતસિંહ ડાભી સહિત ભાજપ આગેવાનો એ કેસરીયો ખેસ પહેરાવી આવકાયૉ હતા. ભરતસિંહ ડાભીના દેવ ગામના પ્રવાસ કાર્યક્ર્મ દરમિયાન ભાજપ માં જોડાયેલા રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત તેમના સમથૅકોએ આગામી લોકસભાની ચૂંટણીમાં ભરતસિંહ ડાભીના ભવ્ય વિજય નો હંકાર કરી ભાજપ તરફી વધુ મા વધુ મતદાન કરાવવાની ખાતરી આપી હતી.

અહેવાલ યશપાલ શ્યામી

Share post:

Subscribe

Popular

More like this
Related

સમય દાન થકી જરૂરિયાત મંદોને મદદરૂપ બની રહેલા પાટણના સેવા ભાવી વ્યક્તિત્વ ધરાવતા સંજય ભાઈ મોદી..

સમય દાન થકી જરૂરિયાત મંદોને મદદરૂપ બની રહેલા પાટણના સેવા ભાવી વ્યક્તિત્વ ધરાવતા સંજય ભાઈ મોદી.. ~ #369News

પાટણની શ્રી બી.ડી.સાર્વજનિક વિધાલય ના વિધાર્થીઓ દ્રારા ગણતંત્ર દિનની પૂર્વસંધ્યા રેલી યોજાઈ..

પાટણની શ્રી બી.ડી.સાર્વજનિક વિધાલય ના વિધાર્થીઓ દ્રારા ગણતંત્ર દિનની પૂર્વસંધ્યા રેલી યોજાઈ.. ~ #369News

પાટણ પરીક્ષા કેન્દ્રો પર જુનિયર કલાકૅ ની પરિક્ષા શાંતિ પૂણૅ માહોલ મા સંપન્ન બની..

પાટણ પરીક્ષા કેન્દ્રો પર જુનિયર કલાકૅ ની પરિક્ષા શાંતિ પૂણૅ માહોલ મા સંપન્ન બની.. ~ #369News