google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ ના નગરજનોને પાણી ના સામાન્ય કર માથી મુક્તિ અપાવનાર દાતાની પ્રતિમા ને બેનરો ના ભારથી કયારે મુક્ત કરાશે..

Date:

નગર પાલિકા ને વોટર વકૅસ પેટે થયેલ ખચૅ બક્ષિસ પેટે આપનાર દાતાની હિગળા ચાચર સ્થિત પ્રતિમા દયનીય..

પાટણ તા. 25
પાટણ નગર પાલિકા ની ગતરોજ મળેલી સામાન્ય સભા મા વિરોધપક્ષના વાધા વચ્ચે શાસકપક્ષ ના સભ્યોની બહુમતી સાથે પાણી વેરો, ભૂગર્ભ ગટર વેરો, સ્ટ્રીટ લાઈટ વેરો, સફાઈ વેરો સહિતના વેરા ઓમાં વધારો કરવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે.

ત્યારે 1985 મા પાટણ નગર પાલિકા ને વોટર વકૅસ અંગે થયેલ ખચૅ પેટે પાટણના સદગૃહસ્થ શેઠ શ્રી પુનમચંદ લલ્લુભાઈ ની ઈચ્છા અનુસાર તેમના ભાઈ રાજ વલ્લભ ન્યાલચંદ લલ્લુભાઈ શેઠ તથા તેમના ધમૅપત્નિ દાતાર મંડળ ગં.સ્વ. મણીબાઈ એ રૂ. 2.50 લાખની માતબર રકમ પાટણ નગર પાલિકા ને ઉદાર હાથે બક્ષિસ પેટે આપી નગરજનો નો પાણી નો સામાન્ય કર માફ કરાવેલ હતો. જેને પાટણના નગરજનોએ સરાહનિય લેખાવી સદગૃહસ્થ ની યાદ મા શહેરના હિગળા ચાચર ચોક મા સ્વ. પુનમચંદ લલ્લુભાઈ શેઠ ની આરસ પથ્થર માથી તૈયાર કરાયેલી પ્રતિમાં ની સ્થાપના કરી તેઓની ઉદારતાને શહેરીજનો કાયમ માટે યાદ કરે.


પરંતુ આવા સદગૃહસ્થ ની પાટણના નગરજનો માટેની ઉદારતા પાટણના નગરજનો ની સાથે સાથે જે સંસ્થાને સદગૃહસ્થ પરિવાર દ્વારા વોટર વકૅસ માટે થયેલ ખચૅ ની તમામ રકમ ચુકવનાર પાલિકા પણ વિસરી ચુકી હોય તે હિગળા ચાચર ચોક મા સ્થાપિત દાતાની દયનીય હાલતમાં જોવા મળતી પ્રતિમા ઉપરથી લાગી રહ્યું છે.


શહેરીજનો માટે પાણી કર માફ કરાવવા 1985 ની સાલમાં રૂ. 2.50 લાખની રકમ નગર પાલિકા ને બક્ષિસ આપનાર સદગૃહસ્થ દાતાની પ્રતિમા ની સફાઇ તો ઢીક પણ લોકો એ આ પ્રતિમા ને તેમની જાહેરાત નું માધ્યમ બનાવી સદગૃહસ્થ ની ગરિમા ને પણ લાંછન લગાવી રહ્યા છે. ત્યારે પાલિકા સતાધીશોએન ગુણા ન બની આવા સદગૃહસ્થ ની ઉદારતા જોઈ અન્ય સદગૃહસ્થ પરિવાર પ્રેરણા મેળવી શકે તેવા પ્રયાસ કરી મહંદ અંશે સદગૃહસ્થ ના બક્ષિસ રૂપી મળેલા બોજ માથી મુક્તિ મેળવવી જોઈએ તેવી પાટણ ની પબુધ્ધ જનતા ઈચ્છી રહી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related