વષૅ ૨૦૨૦ થી અરજદાર ની પાલિકા સહિત સ્વાગત માં રજુઆત છતાં આજની તારીખે પણ દબાણ જૈસે થૈ…
પાટણ તા. ૧૪
પાટણ શહેરના ધનુજીયા પાડા ના મહોલ્લા વિસ્તાર માં જાહેર માગૅ પરના ગેર કાયદેસર અને બિનઅધિ
કૃત રીતે કરેલ બાંધકામ ને દૂર કરવા માટે છેલ્લા ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી પાલિકા તંત્ર સહિત કલેકટર ના સ્વાગત કાર્યક્રમ મા અરજદાર દ્રારા રજુઆતો કરવા છતાં આજદિન સુધી તંત્ર દ્વારા ધનુજીયાપાડા ના ગેર કાયદેસર ના બાધકામ ને દુર નહિ કરાતાં તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે.આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેરના બુકડી વીસ્તારમાં આવેલ ધેનુજીયા પાડામાં રહેતા પઠાણ મહેબુબખાન પીરામીયા ની માલિકીના મકાન સામે જરાદી બસીરમીંયા અમીરમીયા મકાન નંબર ૭/૫/૮૩ વાળાઓએ પોતાના મકાનની આગળના ભાગે અનઅધિકૃત રીતે દબાણ કરી ઓટલો બહાર કાઢી તેમજ તેના ઉપર ૯” ની દીવાલ બનાવી દબાણ કરેલ હોવાની બાબતે પઠાણ મહેબુબખાન દ્રારા વષૅ ૨૦૨૦ મા નગર પાલિકા તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરી આ ગેરકાયદેસર ના દબાણ ને દુર કરવા રજુઆત કરી હતી. જે રજુઆત ના પગલે જેતે સમયના ચિફ ઓફિસર દ્રારા સ્થળ તપાસ ના આદેશ કરી ધટતી કાર્યવાહી કરવા સુચના આપી હતી.પરંતુ ચિફ ઓફિસર ની સુચનાને અવગણી આ દબાણ કોઈ કારણસર દુર નહિ કરાતાં અરજદાર દ્રારા આ ગેરકાયદેસર ના દબાણ મામલે કલેકટર ના સ્વાગત કાર્યક્રમ મા અરજી કરતાં કલેકટર દ્વારા આ મામલે પાલિકા ને આદેશ કરતાં પાલિકા તંત્ર દ્વારા દબાણ કતૉ ઈસમને પોતાનું ગેરકાયદેસર નું દબાણ સ્વૈચ્છાએ અને સ્વખર્ચે દુર કરવા નોટિસ પાઠવી હતી.
છતાં દબાણ કતૉ દ્રારા પોતાનું ગેરકાયદેસર નું દબાણ દુર નહિ કરાતાં અને આ મામલે પાલિકા તંત્ર દ્વારા પણ કોઈ નકકર કામગીરી નહિ કરાતાં રસ્તા પરના ગેરકાયદેસર ના બાધકામ મામલે મુશ્કેલીઓ ભોગવી રહેલા મહેબુબખાન પીરામીયા પઠાણ દ્રારા પુનઃ આ દબાણ મામલે પાલિકા સમક્ષ અને કલેકટર મા રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.પાલિકા તંત્ર દ્વારા અવાર નવાર શહેરનાગેરકાયદેસર ના દબાણો દુર કરવા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરતા હોય છે.ત્યારે શહેરના બુકડી વીસ્તારમાં આવેલ ધેનુજીયા પાડામાં જાહેર રસ્તા પર કરાયેલ ગેર કાયદેસર ના બાધકામ ને દુર કરવામાં તંત્ર ને કયો ગ્રહ નડતર બની રહ્યો છે કે છેલ્લા ત્રણ વર્ષ થી અરજદાર ની લેખિત રજૂઆત સાથે કલેકટર ના સ્વાગત કાર્યક્રમ બાદ પાલિકા તંત્ર ને આ દબાણ હટાવવા મામલે કરાયેલ આદેશ છતાં આજદિન સુધી આ દબાણ દુર કરવામાં આવતું નથી ત્યારે પાલિકા દ્વારા આ ગેરકાયદેસર ના દબાણ ને દુર કરી મહોલ્લાના જાહેર માગૅ ને ખુલ્લો કરાવે તેવી માગ અરજદાર દ્રારા કરવામાં આવી છે.
અહેવાલ યશપાલ સ્વામી