fbpx

હડકવા વિશે જનજાગૃતિ કેળવીને મુત્યુદર શૂન્ય સુધી પહોંચાડવાની જવાબદારી આપણા સૌની છે : નાયબ નિયામક ડો.મકવાણા..

Date:

નાયબ નિયામકે ધારપુર મેડીકલ હોસ્પિટલ ધારપુર ખાતે ચાલતા આદર્શ હડકવા વિરોધી સારવાર કેન્દ્રની મુલાકાત લીધી..

પાટણ તા. 25
આજનાં રોજબરોજના જીવનમાં જનાવરના કરડવાથી ઘણા બધા સ્નેહીજનો પોતાનાં સગાસંબંધીઓ ખોઈ બેસતા હોય છે, ઘણીવાર ઘરના મોભી જ ખોવાનો વારો આવી જાય છે તેને લીધે ઘર પર ખૂબ જ મોટી આફત આવી પડે છે. તેના સંલગ્નમા નાયબ નિયામક ડો.એસ.કે.મકવાણાએ બુધવારે મેડીકલહોસ્પિટલ ધારપુર ખાતે ચાલતા આદર્શ હડકવા વિરોધી સારવાર કેન્દ્રની મુલાકાત લીધી હતી.


સામાન્ય રીતે હડકવાએ હડકવાયા પ્રાણીઓના કરડવાથી થતો એક જીવલેણ રોગ છે.આ રોગથી બચવા માટે સમયસર જો આવા દર્દીઓને સારવાર આપવામાં આવે તો 100% જીવનું જોખમ ઓછું કરી શકાય.આ અંતર્ગત ભારત સરકાર દ્રારા નેશનલ રેબીસ કંલ્ટ્રોલ કાર્યક્રમની શરૂવાત કરવામાં આવેલ છે. જેનો મુખ્ય ધ્વેય આ પ્રકારના થતા મરણને વર્ષ-2030 સુધીમાં શૂન્ય સુધી પહોંચાડવાનો છે.


આ કાર્યક્રમના અમલી કરણ માટે નેશનલ સેન્ટર ફોર ડીસીજ કંન્ટ્રોલ
(NCDC)ને નોડલ એજન્સી તરીકે નક્કી કરવામાં આવેલ છે.ગુજરાત રાજ્યના તમામ જિલ્લાની અંદર આવતી જિલ્લા હોસ્પિટલ,સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ,સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે મોર્ડન એન્ટી રેબીજ ક્લીનીકની શરૂવાત કરવામાં આવેલ છે.

જેના માટે સબંધિત જિલ્લાના જિલ્લા સર્વેલન્સ અધિકારીને જિલ્લા નોડલ અધિકારી તરીકે તેમજ સબંધિત હોસ્પિટલના આર.એમ.ઓ ને સંસ્થાના નોડલ અધિકારી કરીકે નીમવામાં આવેલ છે. જેના અનુંસંધાને રાજ્ય સરકાર દ્રારા આદર્શ હડકવા વિરોધી સારવાર કેન્દ્રોની શરૂવાત કરવામાં આવેલ છે.આ સારવાર કેન્દ્રો પર સારવાર માટે જરૂરી ડોક્ટર્સ અને દવાઓ,રસીઓ ઉપલબ્ધ છે. તેમજ આ પ્રકારના દર્દીઓને ઝડપથી અને ગુણવત્તાસભર સારવાર મળી રહે તે સુનિશ્ર્ચિત કરવાનો ધ્વેય છે.જેના ભાગરૂપે બુધવાર ના નાયબ નિયામકગાંધીનગર, ડો.એસ.કે.મકવાણા દ્રારા મેડીકલ હોસ્પિટલ ધારપુર ખાતે ચાલતા આદર્શ હડકવા વિરોધી સારવાર કેન્દ્રની મુલાકાત લઈ ત્યા હાજર અધિકારીઓ અને કર્મચારીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ અને જનજાગૃતિ ફેલાય તે માટે પૂરતા પ્રયત્ન કરવામાં આવવા જોઈએ તેમ જણાવ્યું હતું.


આદર્શ હડકવા વિરોધી સારવાર કેન્દ્રની મુલાકાત દરમિયાન ડીન,GMERS MCH-ધારપુર, આર.એમ.ઓ,મેડીકલ હોસ્પિટલ-ધારપુર, મુખ્ય જિલ્લા આરોગ્યઅધિકારી,જિ.પં-પાટણ,જિલ્લા ક્ષય અધિકારી,પાટણ, જિલ્લા એપેડેમિક મેડીકલ ઓફિસર,જિ.પં-પાટણ સાથે અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહયા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ રમત ગમત સંકુલ અંડર 14 અને અંડર 17 બહેનો ની ડે – નાઈટ બાસ્કેટબોલ સ્પર્ધા નો પ્રારંભ કરાયો..

પાટણ તા. ૨૩રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ...

પાટણની ગાંધી સુંદરલાલ કન્યા શાળાના સ્થાપના દિવસ ની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી..

મહાનુભાવો દ્રારા બાળકોને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં.. પાટણ...