યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિએ રાષ્ટ્રની આન,બાન અને શાન સમા તિરંગા ને ફરકાવી સલામી આપી..
પાટણ તા. 26
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે 26 જાન્યુઆરી 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડો. રોહિતભાઈ દેસાઈએ દેશની આન, બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજને ફરકાવી સલામી આપી હતી.સાથો સાથ ઉપસ્થિત પ્રોફેસરો, વિધાર્થીગણ અને શૈક્ષણિક, બિનશૈક્ષણિક સ્ટાફ સહિત સૌએ પણ દેશ દુલારા તિરંગા ને સલામી આપી હતી.
આ પ્રસંગે ઇન્ચાર્જ કુલપતિ ડો. રોહિતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, દેશમાં બંધારણ પ્રમાણેના સુશાસન સાથે આપણે જ્યારે પ્રગતિ કરી રહ્યા છીએ ત્યારે યુનિવર્સિટી પણ સરકારની પેપરલેસ કામગીરીને આગળ ધપાવતા આજથી વિધાર્થીઓ માટે ડિજીટલ પ્લેટફોર્મ પર માર્કશીટ ભુલ સુધારણા, ડુપ્લીકેટ માર્કશીટ, માર્કશીટ વેરીફીકેશન, ડીગ્રી સર્ટિફિકેશન અને ટ્રાન્સસ્ક્રિપ્ટ સહિતની સુવિધાઓ માટે વેબસાઈટ પર પોર્ટલ સુવિધા શરુ કરી છે.
સાથે સાથે આ વર્ષે ભારત જ્યારે જી 20 દેશોનુ પ્રતિનિધિત્વ કરી રહ્યું છે ત્યારે યુનિવર્સિટી પણ સ્વચ્છતા અભિયાન, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતની કામગિરી કરશે તેમણે આજના વિશેષ પ્રજાસત્તાક દિનની સૌને શુભકામનાઓ પાઠવી સૌના સાથ થકી યુનિવર્સિટીનો સર્વાગી વિકાસ થાય અને વધુમાં વઘુ વિધાર્થીઓ જ્ઞાન સાથે કેળવણી મેળવી સમાજ જીવનને મદદરૂપ બને તે માટે પ્રયાસ કરવાનો સંકલ્પ દોહરાવ્યો હતો .
આ પ્રસંગે પુર્વ કુલપતિ પ્રો. જે જે વોરા,કાર્યકારી રજિસ્ટ્રાર ડૉ.ચિરાગ પટેલ,ડેપ્યુટી રજિસ્ટ્રાર ડૉ.કમલ ભાઈ સહીત શૈક્ષિણક, બિનશૈક્ષણિક સ્ટાફ અને વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા.