ભૂગૅભ શાખાના રૂ.124 કરોડના કામો માટે જીયુડીસી દ્વારા ટેન્ડરો કરાયા..
પાટણ તા. 26 પાટણ નગરપાલિકા દ્વારા શહેરના બાકી રહેલા વિકાસ કામો વેગવંતા બને તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જે પ્રયાસના ભાગરૂપે તાજેતરમાં પાટણ નગરપાલિકાની ભૂગર્ભ ગટર શાખાના ચેરમેન જયેશભાઈ પટેલ વોટર વર્ક શાખાના ચેરમેન દીક્ષિત પટેલ કારોબારી ચેરમેન અરવિંદભાઈ પટેલ પક્ષના નેતા દેવચંદભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી એ ગાંધીનગર ખાતે રૂબરૂ જઈ શહેરના ભૂગર્ભ ગટરના તેમજ વોટર વર્કસ શાખા ના નવીન તેમજ બાકી રહેલા કામો બાબતે ગ્રાન્ટ ફાળવવા રજૂઆત કરી હતી જે રજૂઆતના પગલે સરકાર દ્વારા રૂપિયા ભૂગર્ભ શાખા માટે 124.7 કરોડ ની ગ્રાન્ટ અને વોટર વર્કસ ના કામો માટે રૂ. 34 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવતા અને આ બાબતે ગાંધીનગર થી જીયુડીસી દ્વારા ભૂગૅભ ગટરના કામો માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરાતા આગામી દિવસોમાં પાટણ નગર પાલિકા ની ભૂગૅભ શાખા દ્રારા શહેરમાં 30 થી 40 વષૅ પૂવૅ કાયૅરત બનાવેલ ભૂગૅભ ગટરની લાઈનો નું નવીનીકરણ, જરૂરિયાત વાળા વિસ્તારમાં નવીન પમ્પિંગ સ્ટેશન બનાવવા, પાટણમાં કાયૅરત 25 MLT ની ક્ષમતા વધારી 33 MLT ની કરવાની કામગીરી, બાકી વિસ્તારમાં ભૂગૅભ ગટરની કામગીરી સહિત ના કામો શરૂ કરવામાં આવનાર હોવાનું ભૂગૅભ શાખા ના ચેરમેન જયેશભાઈ પટેલે જણાવ્યું હતું. તો વોટર વર્કસ શાખા ના રૂ.34 કરોડના કામો માટે DPR મંજૂર થતાં તેના ઓન લાઇન ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા હોવાની સાથે આગામી દિવસોમાં સિધ્ધી સરોવર નજીક નવીન ફિલ્ટર પ્લાન્ટ કાયૅરત બનાવવાની કામગીરી સાથે નવીન કનેકટીવીટી ને જોડતી લાઈનો ના કામ, રોટરી નગર અને માતરવાડી વિસ્તારમાં નવીન ઓવરહેડ ટાંકીઓ અને સંમ્પ ની કામગીરી સહિત વોટર વર્કસ ને લગતી કામગીરી કરવામાં આવનાર હોવાનું વોટર વર્કસ શાખા ના ચેરમેન દિક્ષિત પટેલે જણાવ્યું હતું. આમ પાટણ નગર પાલિકા ને શુક્રવારે વોટર વર્કસ શાખા અને ભૂગૅભ ગટર શાખાના કરોડો ના કામો માટે મળેલ ગ્રાન્ટ ને લઇ સુવૅણ દિવસ રહ્યો હોવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી