fbpx

પાટણ આટૅસ કોલેજ ખાતે સ્તન કેન્સર જાગૃતિ નિદાન અને સ્ક્રિનિંગ કાર્યક્રમ યોજાયો..

Date:

પાટણ તા. 5 આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદ અને સહયોગી સંસ્થા PSP પ્રોજેકટ લિ. દ્રારા તા. 5 ઓક્ટોમ્બરના રોજ શ્રી અને શ્રીમતી પી. કે.કાંટાવાલા આર્ટસ કોલેજ સંચાલિત મહિલા સેલના સહયોગ થી ક્લિનિક પ્રોગ્રામ (WW) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક આર.એસ.પટેલ,આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડિરેક્ટર હિનાબેન જરીવાલા ,શ્રીમતી નયનાબેન સૌલંકી, પ્રમુખ, વુમન એમ્પાવરમેન્ટ ફોરમના સહયોગથી તાલીમ માટે આવેલ બહેનો અને સ્ટાફ માટે પ્રોટ ઇન્ચાર્જ પટેલ ડિમ્પલબેન તથા ડો. પ્રો, રીટાબેન પારેખ અને ડી, પો શીતલબેન અગ્રવાલ સહયોગથી સ્તન કેન્સર જાગૃતિ અને નિદાન સ્ક્રિનિંગ નું કાર્યક્રમ નું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ,લાલ ચકામાં, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે.

કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઇ શકે છે. ચોથા તબક્કે પહોંચેલ બિમારી ખૂબ ખર્ચાળઅને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. લાભાર્થીઓનું વિનામૂલ્યે બ્રેસ્ટ સ્ક્રિનિંગ કરી આપવામાં આવ્યું. આ કેમ્પ માં કોલેજ ના મહિલા પ્રોફેસર અને બીજી મહિલાઓ પણ ભાગ લીધો હતો .લગભગ આ કેમ્પમાં 65 જેટલી મહિલાઓએ સ્ક્રીનિંગ નો લાભ લીધો હતો સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશ્નસા કરી આ માહિતી બીજી પાંચ થી દસ બનોને પહોચાડવાના ખાતરી આપી હતી.દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ નગરપાલિકાને 15 માં નાણાપંચની ગ્રાન્ટ માંથી બે ટ્રેક્ટરોની ભેટ મળી..

પાટણ તા. ૩પાટણ નગરપાલિકા દ્વારા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પૂરી...

પાટણ શહેર ના મોતીસા દરવાજા બહાર કહારનાથ સોસાયટી માં રહેતા પટ્ટણી યુવાન ને સોટૅ લાગતા મોત નીપજયુ..

પાટણ શહેર ના મોતીસા દરવાજા બહાર કહારનાથ સોસાયટી માં રહેતા પટ્ટણી યુવાન ને સોટૅ લાગતા મોત નીપજયુ.. ~ #369News