ગુજરાત સરકાર બ્રહ્મ સમાજના કોઈપણ કાર્ય માટે હંમેશા તત્પર રહેશે : મુખ્યમંત્રી..
પાટણ તા. 29
અમદાવાદ આંબેડકર યુનિવર્સિટી ખાતે બ્રહ્મ સમાજ આયોજીત બ્રહ્મ ગૌરવ યાત્રા અને સન્માન સમારંભ રવિવારે યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાતના મુખ્મંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલે બ્રાહ્મણ સમાજના કોઈ પણ કામ માટે ગુજરાત સરકાર તત્પર હોવાની હૈયાધારણા આપી હતી.
આ પ્રસંગે બ્રહ્મ એકેડેમીક દ્વારા બ્રાહ્મણો ના આર્થિક સામાજિક અને શૈક્ષણિક કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી.
અમદાવાદ ની આંબેડકર યુનિવર્સિટી ના હોલમાં ગુજરાત બ્રહ્મ સમાજ આયોજિત બ્રહ્મ ગૌરવ યાત્રા અને સન્માન સમારંભ પ્રસંગે સમાજના પ્રમુખ પિનાકીન રાવલના આમંત્રણ ને માન આપી ઉપસ્થિત રહેલા ગુજરાતના મુખ્યમંત્રી સહિત ભાજપના ત્રણ ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા જેઓનું બ્રહ્મ સમાજ દ્વારા સન્માન સાથે આવકારી બ્રહ્મ સમાજ સરકાર સાથે છે તેવો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે પ્રતિ પક્ષે સરકારે પણ બ્રહ્મ સમાજ ને સમાજના વિકાસ માટે સરકાર સાથે જ છે તેવી હૈયાધારણા આપી પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું . આ પ્રસંગે અમદાવાદ મહાનગરપાલિકા ના સત્તા પક્ષના પ્રમુખ ભાસ્કરભાઈ ભટ્ટે બ્રહ્મ એકતા માટે ખૂબજ સુંદર પ્રવચન આપી સમગ્ર ગુજરાતમાં થી હાજર રહેલા બ્રાહ્મણો ના દિલ જીતી લીધા હતા .
આંબેડકર યુનિવર્સિટી ના કુલપતી શ્રીમતી અમીબેન ઉપાધ્યાય એ પણ બ્રાહ્મણો ને વધુ ને વધુ જ્ઞાન મેળવવા ઉપર ભાર મૂકી સંગઠિત બનવા અપીલ કરી કાર્યક્રમને સફળ બનાવનાર પિનાકીન રાવલ તેમજ તેમની ટીમને ધન્યવાદ આપ્યા હતા .
સુરત થી બ્રહ્મ સમાજના પિયુષભાઈ વ્યાસ અને પાટણ જગદીશ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને બ્રહ્મ સમાજના આગેવાન પિયુષભાઈ આચાર્ય, બનાસકાંઠા ના રાજકીય અને સામાજિક અગ્રણી હરગોવિંદ ભાઈ સિરવાડિયા, જીગરભાઈ મહેતા પણ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સુંદર કાર્યક્રમની તેમજ સમાજના રચનાત્મક કાર્યોની સરાહના કરી હતી.