fbpx

છાપીની શ્રી રામ હોટલ પાસે બનેલ રૂ.1.40 કરોડની લુંટના ગુન્હાનો ભેદ પાટણ એલસીબી ટીમે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો..

Date:

પાટણ તા. 7
રાજસ્થાન પરિવહન નિગમની અમદાવાદ આબુરોડ દેસુરી રૂટની બસમાં સોનાના દાગીના સાથે મુસાફરી કરી રહેલ આર.સી. આંગડિયા પેઢી અમદાવાદના કર્મચારીને છાપી હાઈવે પરની શ્રીરામ હોટલ પાસેથી શુક્રવારે સવારના સુમારે બે અજાણ્યા ઇસમોએ પીસ્તોલ જેવું હથિયાર બતાવી લુંટ કરી મોટરસાઇકલ ઉપર બેસી નાસી ગયા હોવાની ભોગ બનનાર આર.સી. આંગડિયા પેઢીના કર્મચારી રામસિંહ મુળસિંહ ચૌહાણ નાઓએ છાપી પો.સ્ટે.મા ફરીયાદ નોંધાવતાં ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સરહદી રેન્જ ભુજ તથા પાટણ પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલ નાઓએ આ લુંટના ગુનાને ડીટેક્ટ કરી લુંટમાં ગયેલ મુદામાલ રીકવર કરવા સુચન કરતાં પાટણ એલ સી બી પોલીસ ના ઈન્ચાર્જ પીઆઈ વી.આર.ચૌધરીના સીધાં માર્ગદર્શન હેઠળ ટીમે ચક્રો ગતિમાન બનાવ્યાં હતાં ત્યારે પાટણ એલ. સી. બી. પો. સ.ઈ.આર.કે પટેલ તથા અ.હેડ.કોન્સ. જીતેન્દ્રકુમાર ગોવિંદભાઇ ના ઓને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે શ્રીરામ હોટલ, છાપી ખાતે બનેલ લુટના બનાવને અંજામ આપનાર પાટણ જીલ્લાના રૂવાવી ગામે રહેતા મિતેશસિહ ઉર્ફે મિતુભા ઉદેસિંહ વાઘેલા એ પોતાના મિત્રો સાથે મળી લુંટનો ગુન્હો આચરેલ છે.

જે હકીકતના આધારે મિતેશસિંહ ઉર્ફે મિતૃભા ઉદેસિંહ વાઘેલા રહે.
રૂવાવી. તા.જી. પાટણ તથા જગમાલજી ભુપતજી પરમાર રહે. ખીમાણા, તા કાંકરેજ જી.બનાસકાંઠા તથા કૌશિકજી કાંતીજી રાઠોડ હાલ રહે.ડાભી તા.ઊંઝા જી. મહેસાણા મુળ રહે મુડેઠા તા.ડિસા જી.બનાસકાંઠાવાળાઓને પકડી ગુન્હા સબંધે યુક્તિ-પ્રયુક્તિથી ઉંડાણપુર્વક પુછપરછ કરતા તેઓએ ઉપરોક્ત ગુન્હો કર્યાની કબુલાત કરેલ પકડાયેલ મિતેશસિંહે અગાઉ આર.સી. આંગડિયા પેઢીમાં નોકરી કરેલ હોઇ તે આંગડિયું લઇને જતા માણસો તથા બસના રૂટોથી વાકેફ હોઇ અવાર-નવાર રેકી કરી લુંટનો પ્લાન બનાવેલ.

જે પ્લાન મુજબ શુક્રવારના રોજ સવારે પોતાના મિત્ર કૌશિકજી તથા જગમાલજી સાથે પોતાની ઓળખ છુપાવવા માટે પોતે મોઢે માસ્ક તથા માથે હેલ્મેટ પહેરેલ. તથા અન્ય બંન્ને વ્યક્તિઓએ કેપ પહેરી પોતાની ઓળખ છુપાવી અગાઉથી રેકી દરમ્યાન નક્કી કરેલ છાપી ખાતેની શ્રી રામ નામની ખાનગી હોટલ પર બસ પેસેન્જરો માટે ચા- પાણી નાસ્તા માટે રોકાતી હોઇ સદરી જગ્યાએ ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ મળીને પલ્સર બાઇક ઉપર જઇ રાજસ્થાન પરિવહન ની દૈસુરી રૂટવાળી બસમાં બેસેલ આર.સી.આંગડિયા પેઢી ના કર્મચારી રામસિંહ મુળસિંહ ચોહાણને પીસ્તોલ જેવી વસ્તુ બતાવી તેની પાસેના સોનાના દાગીના ની લુંટ કરેલ. ત્યારબાદ પલ્સર બાઇક લઇ લુણપુર ગામે ગયેલા અને બાઇક ખેતરોમાં મુકી ત્યાં રાખેલ ઇકો ગાડીમાં બેસી પોતપોતાના ઘરે આવેલા હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું.

પોલીસે આરોપીઓ પાસેથી સોનાના દાગીના ભરેલ પેકેટ નંગ-29 જેની કિ. રૂ.આશરે 1.39 કરોડ નબર પ્લેટ વગરનું પલ્સર બાઇક કિ.રૂ 50 હજાર અને મોબાઇલ નંગ-03 કિં.રૂ.30 હજાર,થેલા નંગ-2,છરા નંગ-2 હેલ્મેટ નંગ-1,બંદુક જેવું દેખાતુ હથિયાર (લાઇટર ગન) નંગ-1, ગુન્હો આચરતી વખતે પહેરેલ જેકેટ, કેપ તથા કપડાં મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.1, 39.80,000 હસ્તગત કરવામાં આવ્યો છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

ચાણસ્મા તાલુકા ની મીઠી ઘારીયાલ પ્રાથમિક શાળા ના રિનોવેશન ની ગોકળ ગતિએ ચાલતી કામગીરી…

શાળાનો જુનો કાટમાળ શાળા કેમ્પસમાં પથરાતા વિદ્યાર્થીઓ સહિત અધ્યાપકોને...

પાટણ જિલ્લામાં ચૂંટણી લક્ષી તૈયારીઓને અપાયો આખરી ઓપ…

2073 મતદાન મથકો પર 20,19,916 મતદારો કરશે તા. 7...

પાટણ શહેર સહિત વિવિધ તાલુકાઓમાં મેઘરાજાની પધરામણી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી..

ખેડૂતો દ્વારા વાવેતર કરાયેલા ખરીફ પાકોને જીવંત દાન મળવાની...