વિધાનસભાની અંદર પ્રથમ દિવસે જ જાહેર પરીક્ષાનું ગેરરીતી અટકાવનારું બિલ વિધાનસભા ગૃહની અંદર ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા રજૂ કરાયું છે. બિલ રજૂ કરતા સમયે શરુઆતમાં સંઘવીએ કહ્યું કે, પેપર નહીં માણસ ફૂટે છે.
ભરતીમાં પેપરો ફૂટતા યુવાનો અને વાલીઓ, નિરાસ થયા
આ બિલ યુવાનોનું ભવિષ્ય નક્કી કરશે. કેટલાક લે ભાગુ તત્વોના કારણે વિદ્યાર્થીઓ અને તેમનો પરીવાર દુખી થાય છે. તેમ તેમણે કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા વારંવાર પેપર ફૂટવા મામલે આક્ષેપ સરકાર પર કરવામાં આવ્યા હતા કે, પેપર નહીં યુવાનોનું ભવિષ્ય ફૂટે છે. ત્યારે હર્ષ સંઘવીએ બિલ રજૂ કરતા કહ્યું કે, પેપર નહીં માણસ ફુટી રહ્યો છે. ભરતીમાં પેપરો ફૂટતા યુવાનો અને વાલીઓ, નિરાસ થયા છે. પેપર ફોડરના તમામનું જીવન બરબાદ કરી રહ્યા છે. વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, રાજકીય આક્ષેપોને બદલે વિદ્યાર્થીઓના હીતમા ચર્ચા કરવી જોઈએ.
આ રાજ્યોના કાયદાનો બિલમાં અભ્યાસ
આ સાથે બિલ રજૂ કરતા ગૃહ મંત્રી સંઘવીએ કહ્યું કે, યુપી, બિહાર, હરીયાણાના કાયદાનો અભ્યાસ બિલમાં કરવામાં આવ્યો છે. પરીક્ષા સાથે સંકળાયેલા આરોપી કાયદો ના હોવાથી છૂટી જાય છે. વાલીઓના સપનાઓ ચકનાચુર તેના કારણે થાય છે.
કેટલાક લે ભાગુ તત્વોના કારણે ગુજરાતના યુવાનો દુઃખી
જાહેર પરીક્ષાનું ગેરરીતી અટકાવનારું બિલ વિધાનસભા ગૃહની અંદર ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા રજૂ કરાતા તેમણે આ વાત કહી હતી. સ્ટાર્ટઅપ અને ઈનોવેશન ક્ષેત્રે ગુજરાત દેશમાં નંબર વન છે. તમામને સપાના જોવાનો અધિકાર છે પરંતુ કેટલાક લે ભાગુ તત્વોના કારણે ગુજરાતના યુવાનો દુઃખી છે. ભરતી માટેના પેપરો ફૂટવાના કારણે લાખો યુવાનો બેરોજગાર બને છે. એટલા માટે પરીક્ષા ઢાંચો સરકાર બનાવી રહી છે. શોર્ટકટના કારણે યુવાનો નિરાશ થઈ રહ્યા છે.
આઈઆઈએમ, આઈઆઈટી જેવી નામાંકિત સંસ્થાઓ ગુજરાતમાં છે. દેશભરમાંથી યુવાનો ગુજરાતમાં ભણવા માટે આવે છે. ગુજરાતમાં અનેક તકો વિદ્યાર્થીઓને મળે છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રે મહત્વની તકો મળી રહે તેવી પણ તેમણે કરી હતી.