google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણમાં ઇ-બાઇકનાં મલ્ટીલેવલ માર્કેટીંગનાં વ્યવસાય બાબતે રૂ.2.82 લાખ ન આપી ઠગાઇનો આક્ષેપ

Date:

સ્ટેમ્પ પેપર પર એગ્રીમેન્ટ કરીને માસ્ટર પાર્ટનર તરીકે લખાણ કરીને ઇ- બાઇક વેચાણ કરવાની ડિલરશીપ લીધી

પાટણમાં રહેતા અને જમીન લે-વેચના ધંધા સાથે સંકળાયેલા ભરતભાઇ ગાંડાભાઈ રાવળ રે. પાટણ સાથે પાટણ, સિધ્ધપુર અને અમદાવાદનાં ત્રણ વ્યક્તિઓએ જુન-2022નાં અરસામાં ઇ-બાઇકનો વેપાર કરવાનો વ્યવસાય કરવા માટે મલ્ટી લેવલ માર્કેટીંગ પીરામીડ સ્કીમ મુજબનો વેપાર કરવા માટે તેમને વિશ્વાસમાં લઈને રૂા.2,28,000 રોકડા લઇને ચેનલ પાર્ટનરો મારફતે ઇ-બાઇકનું વેચાણ કરવા બાબતે વિશ્વાસ કેળવીને આ વ્યક્તિઓએ ભરતભાઇ સાથે પૂર્વ આયોજિત કાવત્રુ રચી વિશ્વાસઘાત ઠગાઇ કરી હોવાનો આક્ષેપ કરતી ફરીયાદ નોંધાવતા પાટણ બી-ડીવીઝન પોલીસે ત્રણ શખ્સો સામે આઇપીસી 420/406/114/120(બી) મુજબ ગુનો નોંધ્યો હતો.

આ અંગેની મળતી માહિતી મુજબ ભરતભાઇ રાવળે કરેલા આક્ષેપ મુજબ એવી છે કે, પાટણનાં દાદુજી નામના વ્યક્તિ સાથે તા. 23-6-22નાં રોજ સ્ટેમ્પ પેપર પર એગ્રીમેન્ટ કરીને માસ્ટર પાર્ટનર તરીકે લખાણ કરીને ઇ- બાઇક વેચાણ કરવાની ડિલરશીપ લીધી હતી. બાદમાં ભરતભાઇનો પરિચય સિધ્ધપુરનાં મહેશજી અને અમદાવાદનાં સુનિલ પરીખ સાથે કરાવી એમ.એલ.એમ. એટલે કે પિરામીડ સ્કીમમાં ઇ-બાઇકનો વેપાર કરવાની વાતમાં લીધા હતાં.ને એગ્રિમેન્ટ કરીને ડીલરશીપ લીધી હતી.

આ પછી ભરતભાઇને એ બાબતની જાણ થઇ કે, આ પીરામીડ સ્કીમ છે ત્યારે તેમણે આ વ્યવસાયમાં રહેવા ના પાડી હતી. અને તેમનાં કોડનાં રૂા. 1,32,000 તથા સુનિલભાઇને ભરતભાઇએ રૂન1.50.000વેપાર માટે હાથ ઉછીના આપેલા તે મળી કુલે રૂ।. 2,82,000 તેમને સુનિલભાઇ પાસેથી લેવાનાં નિકળતા હતા ને તેમણે દાદુજી સાથે તા. 17- 12-22નાં રોજ ભાગીદારી છૂટી કરી હતી ને સુનિલભાઇને પૈસાની જરૂર હોવાથી ભરતભાઇએ રૂા.30,000 રોકડા તથા રૂ 4.00.000 ચેકથી હાથ ઉછીનાં આપ્યા હતા. આમ કુલ મળીને રૂા. 7,82,000 સુનિલભાઇ પાસેથી લેવાનાં નિકળતા હોવાથી તેમાંથી સુનિલભાઇએ રૂા. પાંચ લાખ ભરતભાઇને પરત આપ્યા હતા ને રૂ।. 2,82,000ની તેમણે વારંવાર ઉઘરાણી કરતાં તેઓ આપતાં ન હોવાથી તેમની સાથે છેતરપીંડી કરી હોવાનો આક્ષેપ કરતી ફરીયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન માં નોંધાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સાયન્સ સેન્ટર ખાતે ડ્રોન ટેક્નોલોજી પર એક દિવસીય વર્કશોપ યોજાયો…

પાટણ તા. ૨૪ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા...

પાટણ ભૂગર્ભ શાખા દ્રારા કુલડીવાસથી દુઃખવાડા તરફના માગૅ પર 50 મીટર નવીન ભૂગર્ભ લાઈનની કામગીરી શરૂ કરાઈ..

પાટણ ભૂગર્ભ શાખા દ્રારા કુલડીવાસથી દુઃખવાડા તરફના માગૅ પર 50 મીટર નવીન ભૂગર્ભ લાઈનની કામગીરી શરૂ કરાઈ.. ~ #369News