fbpx

મન કી બાત કાર્યક્રમના આયોજનના ભાગરૂપે પાટણ તાલુકા ભાજપ ની બેઠક યોજાઈ..

Date:

પાટણ તા. 28
પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શુક્રવારે પાટણ તાલુકા ભાજપની બેઠક મહામંત્રી જલુજી ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.જેમાં અગામી 30મી એપ્રિલના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમના 100 માં એપિસોડને સંબોધવાના છે.ત્યારે પાટણ તાલુકાના 132 બુથ ઉપર મોટી સંખ્યામાં હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહી મન કી બાત કાર્યક્રમ નિહાળે તેવું સફળ આયોજન થાય તે માટે મહામંત્રી જલુજી ઠાકોરે આહવાન કર્યું હતું.

મન કી બાત કાર્યક્રમના ઇન્ચાર્જ દિલીપભાઈ જોશીએ જણાવ્યું હતું.કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત કાર્યક્રમ થકી વિવિધ ક્ષેત્રમાં રાષ્ટ્રને ગૌરવ અપાવ નાર લોકોની વાતો વડાપ્રધાન મન કી બાત કાર્યક્રમ માં કરે છે.અત્યાર સુધીના એકપણ એપિસોડમાં કોઈ રાજકીય મુદ્દાની ચર્ચા કરવામાં આવી નથી.માત્ર વિકાસની વાતો સંસ્કૃતિનું જતન, ઐતિહાસિક સ્થળોનુંમહત્વ,પર્યાવરણની જાળવણીની અપીલ આ કાર્યક્રમના માધ્યમથી કરવામાં આવે છે.

30 મી એપ્રિલે યોજનારા કાર્યક્રમના ફોટા નમો એપ ઉપર અપલોડ કરવામાં આવશે તો જ મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો છે તે નક્કી થશે એટલે હોદ્દેદારો અને કાર્યકરો મન કી બાત કાર્યક્રમના ફોટા ફરજીયાત અપલોડ કરવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં મહામંત્રી હરિભાઈ પટેલ, પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર,યુવા મોરચા પ્રમુખ વિરલ પટેલ,કિસાન મોરચા પ્રમુખ મુકુંદભાઈ પટેલ, બક્ષીપંચ મોરચા મહામંત્રી ગોવિંદ પ્રજાપતિ, વિનુભાઈ પટેલ, ગેમરભાઇ રબારી લેમનસિંહ ઠાકોર,જગત સિંહ સહિત અપેક્ષિત હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ બગવાડા દરવાજા સ્થિત મણિભદ્ર હાઇટ્સ ખાતે પાંચ દિવસીય ગણેશ મહોત્સવ નો પ્રારંભ..

બિલ્ડર દિલીપભાઈ પટેલ સહિત વેપારીઓએ શ્રી ની પુજા-અચૅના અને...

છેલ્લા 25 વષૅથી સેટેલાઈટ વિસ્તારમાં કરાતી ગણેશ ઉત્સવ ની ઉજવણી..

પાટણ પ્રજાપતિ સમાજના સેવાભાવી અગ્રણી કમલેશભાઈ પ્રજાપતિ અને તેમના...