આરોપીએ NIOS સંસ્થામાં પરીક્ષા અપાવી દેવા બદલ સરકારની ફી ઉપરાંત 18 હજાર રૂપિયાની લાંચની માગણી કરી
બનાસકાંઠા જિલ્લાની સાતરવાડા પ્રાથમિક શાળાના આચાર્યને એસીબીએ 18 હજાર રૂપિયાની લાંચ લેતા સિદ્ધપુરમાંથી ઝડપી પાડ્યા છે. ફરિયાદીને ધોરણ 10ના પ્રમાણ પત્ર ની જરુરિયાત હોય આચાર્યનો સંપર્ક કર્યો હતો. જેથી આરોપીએ NIOS સંસ્થામાં પરીક્ષા અપાવી દેવા બદલ સરકારની ફી ઉપરાંત 18 હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી.
બનાસકાંઠા જિલ્લાના વધુ એક લાંચિયો અધિકારી ને પાટણ ACB એ રંગે હાથ ઝડપી પાડ્યો છે. જેમાં ફરિયાદીને ધોરણ 10 પાસ ના પ્રમાણપત્રની જરૂરિયાત હતી. જેથી તેને પરીક્ષા આપવાની થતી હોય ફરીયાદીએ આરોપીનો સંપર્ક કરેલ અને ફરીયાદીને આરોપી એ સરકારી અનુદાન મેળવતી NIOS ( national institute of open schooling) સંસ્થામાં પરીક્ષા અપાવી દેવા સારું સરકારની ફી ઉપરાંત રૂપિયા 18000 ની લાંચની માંગણી કરેલ હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી તેમને પાટણ એ.સી.બી. નો સંપર્ક કર્યોં હતો. પાટણ એ.સી.બી.એ ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં સિદ્ધપુર ખળી ચાર રસ્તા ખાનગી હોટલમાં આરોપી સાતર વાડા પ્રાથમિક શાળાના આચાર્ય જીગ્નેશ ભાઇ ત્રિવેદીએ માંગેલ રૂા.18000 લાંચની રકમ સ્વીકારતા જ પાટણ ACB એ રંગેહાથ સ્થળ ઉપરથી ઝડપી પાડ્યો હતો.