ચેરીટી ભવન બનાવવા ફાળવેલ જમીનનું મુખ્યમંત્રી અને કાયદા મંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતી માં ભૂમિપૂજન.
પાટણ તા. 27
પાટણ જિલ્લા કલેકટર દ્વારા જૂની કોર્ટ ભદ્ર ખાતે ફાળવાયેલ 1600 ચો.મી જમીન પર ગુજરાત સરકારની મંજૂરી મળતા અદ્યતન આધુનિક સુવિધા ધરાવતા અને પાટણના વિકાસ મા મોરપીંછ સમાન ચેરીટી ભવનનું નર્માણ થઈ રહ્યું છે જેનું સોમવારે કાયદા મંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં મુખ્યમંત્રીના વરદ્દ હસ્તે જિલ્લા સેવા સદન ખાતે થી ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.
આ નવ-નિર્માણ પામતા ચેરીટી ભવનના બાંધકામ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ-/ 3,36,83,900 કરોડ ફાળવવામાં આવ્યા છે. ચેરીટી ભવન ચેરીટી કમિશનર વાય.એમ શુકલાના માર્ગદર્શન હેઠળ આ ભવન તૈયાર કરવામાં આવશે જેમાં ચેરીટી ભવનમાં જાહેર ટ્ર્સ્ટોની નોંધણી કચેરી, પાટણનો સ્ટાફ બેસશે.
આ ભવનની મુખ્ય વિશેષતાની વાત કરીએ તો અહીં જુદા જુદા બ્લોગ બનાવવામાં આવશે જેમ કે કોર્ટ રૂમ, સ્ટાફ રૂમ, મુલાકાતી ખંડ, વેઇટિંગ રૂમ, રેકર્ડ રૂમ, વકીલ રૂમ સહિતની સુવિધાઉપલબ્ધ કરી આવનાર મુલાકાતીને વિવિધ પ્રકારની હાલાકી કે સમસ્યાઓનો સામનો ન કરવો પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. પાટણમાં નિર્માણ પામતા આ અદ્યતન સુવિધાયુક્ત ચેરીટી ભવનથી પાટણ જિલ્લામાં નોંધાયલ ટ્રસ્ટો અને તેની સાથેસંકળાયેલા લોકોને જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવી શકાશે.
વર્ચુઅલ ભૂમિ પૂજનમાં નિવાસી અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ, ચેરીટી કમિશ્નર મહેસાણા વાય.એ.વ્યાસ, આસ.ચેરીટી કમિશ્નર પી.કે.રાવલ, એક્ઝીક્યુટીવ એન્જીનિયર, સરકારી વકીલો તેમજ ચેરીટી ભવનના વિવિધ અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.