google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

શ્રી પાટણવાડા પ્રજાપતિ સમાજના ત્રીજા સમુહ લગ્નમાં 29 નવદંપતી જોડાયા.

Date:

પૂ. દોલતરામ બાપુ સહિતના સંતોએ નવદંપતિઓને રૂડા આશીર્વાદ પાઠવ્યા.

પાટણ તા. 27
શ્રી પાટણવાડા પ્રજાપતિ સમાજના રવિવારે તૃતીય સમુહલગ્ન ગોજારીયા મુકામે યોજાયા હતા જેમાં 29 નવદંપતિઓએ સમાજના રિત રિવાજ મુજબ લગ્ન ગ્રંથી થી જોડાયા હતા.

શ્રી પાટણવાડા પ્રજાપતિ સમાજ દ્વારા આયોજિત આ તૃતીય સમૂહલગ્ન પ્રસંગે નોરતા નરભેરામ અન્નક્ષેત્ર આશ્રમના સંત શિરોમણી દોલતરામ મહારાજ, જુનાગઢ આશ્રમના સંત પૂ.વિશ્વ ભારતી મહારાજ અને ખોરોજ આશ્રમના સંત રમાબાએ ખાસ ઉપસ્થિત રહી નવદંપતીઓને રૂડા આશીર્વાદ પાઠવી નવજીવનની શુભેચ્છા વ્યક્ત કરી હતી તો સમાજના દાતાઓનું વિવિધ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજયસભા ના સાંસદ દિનેશભાઇ અનાવાડીયા સહિત ના રાજકીય આગેવાનો એ ઉપસ્થિત રહી સમાજ દ્વારા આયોજિત સમૂહલગ્ન ની સરાહના કરી હતી. શ્રી પાટણવાડા પ્રજાપતિ સમાજના તૃતીય સમુહલગ્ન ને સફળ બનાવવા સમિતિના પ્રમુખ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના નાણામંત્રી ડૉ. ભાગવત કરાડની અધ્યક્ષતામાં ખેડૂત સંમેલન યોજાયું..

કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના નાણામંત્રી ડૉ. ભાગવત કરાડની અધ્યક્ષતામાં ખેડૂત સંમેલન યોજાયું.. ~ #369News

પાટણ જિલ્લામાં ચૂંટણી લક્ષી તૈયારીઓને અપાયો આખરી ઓપ…

2073 મતદાન મથકો પર 20,19,916 મતદારો કરશે તા. 7...

પાલિકાની નવી ટીમે શહેરને સ્વચ્છ અને સુંદરરાખવા સ્વચ્છતા અભિયાન ની શરૂઆત કરી..

શહેરની શિશુ મંદિર શાળા થી લઈ પીતાંબર તળાવના માર્ગ...