20 ફેબ્રુઆરીથી લોન્ચ કરાયેલી યોજના તારીખ 28 ફેબ્રુઆરી સુધી કાર્યરત રહેશે.
પાટણ તા. 27
ભારતીય ટપાલ વિભાગ દ્વારા નાનામાં નાના વ્યક્તિઓ નાનામાં નાની રકમ પોસ્ટમાં બચત કરી જરૂરિયાતના સમયે તે નાણા તેઓના ઉપયોગમાં આવી શકે તેવી વિવિધ યોજનાઓ અવારનવાર ભારતીય ટપાલ વિભાગ દ્વારા કાર્યરત બનાવવામાં આવતી હોય છે.
ત્યારે ભારતીય ટપાલ વિભાગ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ ને અનુલક્ષીને તારીખ 20 ફેબ્રુઆરીના રોજ બચત વસંત મહોત્સવ યોજના કાર્યરત કરવામાં આવી હતી. જે યોજના અંતર્ગત પાટણ ડિવિઝન દ્વારા જિલ્લાના નાનામાં નાના વ્યક્તિ સુધી આ યોજનાની જાણકારી પહોંચે અને તેનો બહોળી સંખ્યામાં લોકો લાભ લઇ શકે તેવા ઉદ્દેશથી બચત મહોત્સવ યોજનાનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાંથી અંદાજિત 5000 ખાતાઓ સુકન્યા સમૃદ્ધિ યોજના સાથે અત્યાર સુધીમાં બચત વસંત મહોત્સવ યોજનામાં લોકો એ ખાતા ખોલાવી પોતાની બચત ને સુરક્ષિત બનાવી છે.
અને આ યોજના આજે પણ કાર્યરત હોય પાટણ જિલ્લાના બચત કરવા ઇચ્છતા લોકોએ આ યોજનાનો લાભ લેવા પાટણપોસ્ટ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે સાથે સાથે ભારતીય ટપાલ વિભાગ દ્વારા આયોજિત કરાયેલ બચત વસંત મહોત્સવ તારીખ 20 ફેબ્રુઆરી થી તારીખ 28 ફેબ્રુઆરી સુધી કાર્યરત હોય જેમાં મિનિમમ રૂપિયા 100 થી ગ્રાહક પોતાનું ખાતું ખોલાવી શકે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ નાનામાં નાના લોકો પોતાની બચત પ્રવૃત્તિ કરી પોતાના કપરા સમયમાં તે રકમનો ઉપયોગ કરી શકે આ બચત વસંત યોજના માં બચત ખાતુ, રીકરીંગ ડિપોઝિટ, માસિક આવક યોજના, ટાઈમ ડિપોઝિટ, કિસાન વિકાસ પત્ર, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, સિનિયર સિટીઝન સેવિંગ ખાતું,પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, સુકન્યા સમૃદ્ધિ ખાતુ, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના તેમજ પ્રધાનમંત્રી જીવન જ્યોત યોજના નો સમાવેશ થતો હોવાનું પાટણના પોસ્ટ સુપ્રિટેન્ડન્ટ રાજેન્દ્ર પુરી ગોસ્વામી એ જણાવ્યું હતું.