કોર્ટમાં વધુ પાંચ દિવસના રિમાન્ડની પોલીસની માંગ કોર્ટે ના મંજૂર કરીઆરોપી ને સબ જેલમાં મોકલવાનો આદેશ કર્યો.
પાટણ તા. 28
પાટણ શહેરમાં દિક્ષિતા મોદી આત્મહત્યા કેસને લઈને અનેક ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બનવા પામી હતી.
ત્યારે આ કેસમાં સડોવાયેલ મહેશ ઠક્કરના પ્રથમ ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા હીરા જ્વેલર્સમાં વેચેલા દાગીનાઓ તેમજ વેલેન્ટાઈનના દિવસે મૃતક યુવતી દ્વારા મહેશ ઠક્કરને અપાયેલ સોનાની વીંટી અને લકી તેમજ મૂથુટ ફાઇનાન્સ બેન્ક માં ગોલ્ડ લોન મામલે મહેશ ઠક્કર દ્વારા કરાયેલ વ્યવહારની ડિટેલ એકત્ર કરવામાં આવી હતી. આ સમય દરમ્યાન રિમાન્ડ પુરા થતા પોલીસે પુનઃ મહેશ ઠક્કરને કોર્ટમાં રજૂ કરી ગુનામાં હજુ તપાસ બાકી હોવાનું જણાવી વધુ રિમાન્ડ પર મેળવવાની કરાયેલી માગને લઈ તારીખ 28 ફેબ્રુઆરી સાંજના પાંચ વાગ્યા સુધીના કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરી મહેશ ઠક્કરને પોલીસને સુપ્રત કરાતા પોલીસ દ્વારા આ કેસ ની સત્યતા તપાસવાના ચક્રો ગતિમાન બનાવ્યા હતા. ત્યારે મંગળવારે રિમાન્ડના અંતિમ દિવસે મહેશ ઠક્કરે પોતાના મિત્રને સોનાનું કડું અને સોનાની ચેન વ્યાજે રૂપિયા લઈને આપી હોવાનું જણાવતા પોલીસે ત્રણ તોલા નું સોનાનું કડુ અને બે તોલાની સોનાની ચેન રિકવર કરી મહેશ ઠકકર ને કોર્ટમાં રિમાન્ડર અર્થે લઈ જવાયો હતો અને વધુ પાંચ દિવસના રિમાન્ડની પોલીસે માંગ કરી હતી પરંતુ કોર્ટે રિમાન્ડના મંજૂર કરી સબ જેલમાં મોકલી આપવાનો આદેશ કરતા દિક્ષિતા મોદી આત્મહત્યા કેસમાં સંડોવાયેલા મહેશ ઠક્કરને પોલીસ દ્વારા મંગળવારે સુજનીપુરની સબજેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.
જો કે આ કેસમાં પોલીસ દ્વારા મહેશ ઠક્કરની કોલ ડીટેલ ના આધારે આગળ ની તપાસ ચાલુ હોવાનું પાટણ એ ડિવિઝન પી.આઈ પરમારે જણાવ્યું હતું.