વિસ્તારના રહીશોએ પાણીનો મારો અને ડંડા પછાડ્યા છતાં આખલાઓએ યુદ્ધ વિરામ ન કર્યું..
આખલાઓનુ યુદ્ધ વિરામ થતાં વિસ્તાર ના લોકો એ અને રાહદારીઓ સહિત વાહન ચાલકો એ રાહત અનુભવી..
પાટણ તા. 27
પાટણ શહેરના બજાર માર્ગો પર અવારનવાર રખડતા ઢોરો વચ્ચે યુદ્ધ જામતા હોય છે અને આવા રખડતા ઢોરોના યુદ્ધમાં પાકૅ કરેલા અનેક વાહનો તેમજ રાહદારીઓ તેનો ભોગ બનતા હોય છે. ત્યારે ગત રાત્રિના સુમારે શહેરના ભરચક એવા જુનાગજ બજાર વિસ્તારમાં બે રખડતા આખલાઓ વચ્ચે યુદ્ધ જામતા અફરા તફરી નો માહોલ સર્જાયો હતો. આખલાઓના યુદ્ધને લઈ વિસ્તારમાં વાહનો પાર્ક કરી ઉભેલા વાહન ચાલકો માં પણ પોતાના વાહનોને નુકસાન થાય તેવી ભીતિ ઊભી થવા પામી હતી. મુખ્ય બજાર માર્ગ પર યુદ્ધે ચડેલા આખલાઓને છોડાવવા વિસ્તારના રહીશોએ પાણીનો મારો કરી લાકડી ડંડા પછાડી બંને આંખલાઓને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ યુદ્ધના નશામાં ચડેલા બંને આંખલાઓ એકબીજાને છોડવાનું નામ ન લેતા આખરે આ વિસ્તારના શ્ર્વાનો એ જાહેરમાં યુદ્ધે ચડેલા બંને આંખલાઓને અબોલ જીવોની ભાષામાં સમજાવતા બંને આખલાઓએ પોતાનું યુદ્ધ વિરામ જાહેર કરી વિસ્તારમાંથી દોડતી પકડતા લોકોએ હાથકારો અનુભવ્યો હતો.
ત્યારે આ બનાવને લઈ ને ઉપસ્થિત લોકો મા સાંભળવા મળેલી ચચૉઓ મુજબ એક અબોલ જીવની ભાષા બીજા અબોલ જીવો સારી રીતે જાણતા હોવાના કારણે આ આખલા યુદ્ધ અટક્યું હોય તેના ઉપરથી અનુમાન કરી રહયા હતા.