fbpx

પાટણના 200 વષૅ જુના રામજી મંદિરનો અયોધ્યા ની જેમ પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો..

Date:

પાટણ તા. ૨૨
ભગવાન શ્રીરામ ની જન્મભૂમિ અયોધ્યામાં સદીઓ બાદ રામ મંદિરનું નિર્માણ થયું છે અને તેમાં આજે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન બન્યો છે. ત્યારે તેની સાથે સાથે જ પાટણમાં પણ 200 વર્ષો પૂરાણા રામજી મંદિરની ત્રી દિવસીય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા ધામધૂમથી કરાઈ હતી. મંદિરમા ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને જાનકી માતા સહિત હનુમાનજી મહારાજની પ્રતિમાઓનું મંત્રોચ્ચાર સાથે સ્થાપન કરી આજે પુન:પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા રામ મંદિરની સાથે સાથે જ સંપન્ન બન્યો હતો.

ધર્મની નગરી પાટણ શહેરમાં અનેક દેવી-દેવતાઓના મંદિરો ભક્તજનો માટે આસ્થા ના પ્રતીક સમા શોભાયમાન બની રહ્યા છે.ત્યારે પાટણ શહેરના ગોળશેરી, શારદા સિનેમા વિસ્તારમાં ગિરધારી રોડ પર આવેલા 200 વર્ષ પૂર્વે સ્થાપિત ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિર પરિસર પણ લોકો ના આસ્થા ના પ્રતિક સમુ બની રહ્યું છે.ત્યારે આ મંદિર જીર્ણ થતા સીતારામ ગુરુ ધનુષધારજી ભરતદાસજી રામજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત ભક્તોના સહયોગથી મંદિરનું નવનિર્માણ કાયૅ પુણૅ કરી તેનો ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિ સભર માહોલ મા યોજાયો હતો.

આ મંદિર મા સ્થાપિત ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને જાનકી માતા સહિત હનુમાનજી મહારાજની પ્રતિમાઓનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સોમવારે બપોરે 12:39 ના શુભ મુહૂર્ત મા સંપન્ન બનતા ભગવાનને નવો સાજ શણગાર કરી મંદિરના કપાટ દર્શન માટે ખોલવામાં આવતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શન નો લ્હાવો લીધો હતો.આ ત્રિદિવસીય ધાર્મિક પ્રસંગના યજમાન પદ નો લ્હાવો પ્રતીકકુમાર જયંતીભાઈ પટેલ (વાલી) અને શ્રીમતી નીતાબેન ભીખાભાઈ પટેલ પરિવારે લીધો હતો.
મહોત્સવ ની શાસ્ત્રોકત વિધિ અને યજ્ઞના યજમાન પદે બેસવાનો લાભ પ્રતિકભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, ધવલભાઇ પટેલ, દેવેન્દ્રભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ પરિવારે લીધો હતો.

આ ધાર્મિક પ્રસંગ ની શાસ્ત્રોક્ત વિધિ વેદપાઠી યજ્ઞેશ અધ્યારૂ સહિતના ભૂદેવો દ્રારા કરવામાં આવી હતી. ત્રિદિવસીય ધાર્મિક પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટી મનસુખભાઈ પટેલ, નરેન્દ્રભાઈ પટેલ, પ્રતિકભાઈ પટેલ (વાલી)ભગવાનભાઈ પટેલ, ભરતભાઈ પટેલ(એન્જીનીયર),મહેન્દ્ર પટેલ( માનસી), આશિષભાઈ પટેલ સહિત સેવકો દેવાંગ પટેલ,દિનેશભાઇ પટેલ તેમજ યજમાનો દાતાઓ અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

લોકસભા સામાન્ય ચૂંટણી- 2024- પાટણમાં દિવ્યાંગ મતદારોનો જુસ્સો

પાટણ જિલ્લા લોકસભામાં મતદાન માટે મતદારોનો જુસ્સો જોવા મળી...

તા. 27 જૂને પાટણ યુનિવર્સિટી કેમ્પસમાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું.

પાટણ તા. ૨૪પાટણ જિલ્લાના રોજ ગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળે...

પાટણના ગાયત્રી મંદિર વિસ્તારમાં એક જ રાતમાં ચાર દુકાનોનો સટર તૂટ્યા.

કરિયાણાની દુકાન અને પાર્લર માંથી રોકડ રકમ અને ચીજ...