google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પી.પી.જી એકસપેરીમેન્ટલ હાઈસ્કૂલના એન.એસ.એસ યુનિટ દ્વારા સંખારી મુકામે NSS ની ખાસ શિબિર યોજાઇ..

Date:

સર્વ રોગ નિદાન કેમ્પમા દર્દીઓનું નિદાન કરી ફ્રી માં દવાઓ અપાય..

લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાત્રે આકાશ દર્શન તેમજ અંધશ્રદ્ધા ના કાર્યક્રમ થકી લોક જાગૃતિ લવાઈ..

પાટણ તા. 3
નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, મુંબઈ સંચાલિત પાટણની પી.પી.
જી.એક્ષપેરી મેન્ટલ હાઇસ્કુલના NSS યુનિટ દ્વારા સાત દિવસીય N.S.S. વાર્ષિક શિબિરનું સંખારી મુકામે આયોજન કરવામાં આવ્યું હતું.

આ શિબિર મા NGES કેમ્પસ ડાયરેક્ટર ડો.જે. એચ પંચોલી,રમેશભાઈ પટેલ ટ્રસ્ટી શ્રી નૂતન વિદ્યાલય સંખારી, તલાટી હિરલબેન પટેલ, શાળાના આચાર્ય ધનરાજભાઈ ઠક્કર, યજમાન શાળાના આચાર્ય જયંતીભાઈ પટેલ સહિત શાળાના સ્ટાફ મિત્રો ગામના વડીલો શાળાના સુપરવાઇઝરો અને શાળાના શિક્ષક ગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સાત દિવસની આ ખાસ શિબિર દરમિયાન એન.એસ.એસ. સ્વયંસેવકોની જુદી જુદી ટુકડીઓએ ગામ સ્વચ્છતા અભિયાન, જનજાગૃતિ માટે રેલી, પ્રદર્શન,વ્યસનમુક્તિ અભિયાન , મફત મેડિકલ સારવાર અને નિદાન કેમ્પ,આકાશદર્શન , અંધશ્રદ્ધા નિવારણ તેમજ શેરી નાટિકાઓનું આયોજન ,ભજન સંધ્યા ,જુદી – જુદી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા કેમ્પ ફાયરની વિવિધ પ્રવૃત્તિઓ થકી સમાજને પ્રેરણાત્મક અને રચનાત્મક કાર્યોની ઝલક આપી સૌ ગ્રામજનોને મંત્રમુગ્ધ કયૉ હતા.

એન.એસ.એસ. શિબિરના પ્રોગ્રામ ઓફિસર ભાવેશભાઈ કે.રાવળ દ્વારા એન.એસ.એસ. સ્વયંસેવકોના જીવનમાં કઈ રીતે સફળ, સંગઠિત અને સંસ્કારી થવું તે વિષય અંતર્ગત શિબિરના કાર્યોની રચના કરવામાં આવેલ હતી.શાળાના આચાર્ય ધનરાજભાઈ ઠક્કર તથા શાળાના તત્વચિંતક શિક્ષકો દ્વારા સુંદર જ્ઞાનની સરવાણી વ્હાવી હતી.

ગ્રામજનોના આરોગ્યનું નિદાન પાટણ તેમજ સંખારી આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોની ટીમ દ્વારા કરી જરૂરી દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી આ કેમ્પ ને પાટણના તાલુકા આરોગ્ય અધિકારી ડો. અલ્કેશભાઈ દ્રારા સફળ બનાવ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

શિક્ષક દિન નિમિત્તે પાટણ શહેર, તાલુકા અને જિલ્લા સહિત રાજય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા..

જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને યુનિવર્સિટી કન્વેન્શન હોલ...

પાટણ યુનિવર્સિટી ના અંદરના માગૅ પર આરોગ્ય અધિકારી અને વિદ્યાર્થીની કાર વચ્ચે અકસ્માત સર્જાયો..

અકસ્માતમાં બંને ગાડીઓમા સવાર લોકોનો આબાદ બચાવ થયો..બન્ને ગાડીઓને...

પાટણ રોટરી કલબ દ્વારા સીઆરસી હેમાંગીબેન પટેલને નેશન બિલ્ડર એવોર્ડ થી સન્માનિત કરાયા..

પાટણ તા.૧૫રોટરી એક આંતરરાષ્ટ્રીય એનજીઓ છે રોટરી ઇન્ટરનેશનલ લિટરેસી...