fbpx

શિક્ષક દિન નિમિત્તે પાટણ શહેર, તાલુકા અને જિલ્લા સહિત રાજય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા..

Date:

પાટણ તા. 5
પાટણ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ગુરુવારે શિક્ષક દિવસ નિમિત્તે હેમચંદ્રાચાર્ય ઉ. ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ શિક્ષણલક્ષી સુંદર કામગીરી કરનારા 10 શિક્ષકોને પારિતોષિક આપીને સન્માનિત કરાયા હતાં. 5 સપ્ટેમ્બર ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસે પાટણ જિલ્લાના 12 શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.જેમાં 2 શિક્ષકોનું રાજ્ય કક્ષાએ,3 શિક્ષકોનું જિલ્લા કક્ષા અને 7 શિક્ષકોને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામા આવ્યા હતા.

જયારે આજના આ શિક્ષક દિને અમદાવાદ પાલડી ખાતે ટાગોર હોલમાં યોજાનારા રાજ્ય કક્ષાના પારિતોષિક વિતરણ સમારોહમાં પાટણ જિલ્લાના કતપુર પ્રાથમિક શાળાના શિક્ષિકા ડો.હેમાંગીબેન વાલજીભાઈ પટેલ અને પાટણની એક્સપરિમેન્ટલ હાઈસ્કૂલના શિક્ષક ઝુઝારસંગ નાથુસિંગ સોઢાને રાજ્યપાલના વરદ હસ્તે સાલ,ખેસ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપી શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.

તો પાટણ ખાતે આયોજિત કાર્યક્રમમાં પાટણ જિલ્લાના 3 અને તાલુકાના 7 શ્રેષ્ઠ શિક્ષકોને જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર ના હસ્તે સાલ,ખેસ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપી શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત કાર્યક્રમમાં જ્ઞાનસેતુ અને મુખ્યમંત્રી 3 જ્ઞાનસાધનાNની પરીક્ષામાં ટોપ 5 આવેલા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમાં રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પાટણ પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર,જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી બી.એમ પ્રજાપતિ ,શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરી, તાલુકા શિક્ષણાઅધિકારી નરેન્દ્રસિંહ ચાવડા સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા કક્ષા શ્રેષ્ઠ શિક્ષકોમાં પંડ્યા યતિશકુમાર પ્રહલાદભાઇ ઇટોદા પ્રા.શાળા, પટેલ નિલેશ કુમાર શંકરલાલ ધારપુર પ્રા.શા., સુથાર હંસાબેન મનસુખ ભાઇ રણોદા પ્રા.શાળા, આચાર્ય દર્શનકુમાર જ્યોતીન્દ્ર કુમાર કોલીવાડા, દવે ચેતનકુમાર વાસુદેવ ચાંદણસર પ્રા.શાળા,પટેલ વિપુલકુમાર જયંતિભાઇ ઉમેદપુરા પ્રા.શાળા અને પટેલ શ્રેયાબેન રમણભાઇ ડેર પ્રા.શાળા જયારે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોમા દેસાઇ ગોવિંદ ભાઇ રત્નાભાઇ વાગડોદ પ્રા.શાળા,પટેલ આકાશ ખાનાભાઇ પાટણ આદર્શ વિધાલય, પટેલ ભાવના બેન ચંદુલાલ પાટણ બી.એમ.હાઇસ્કુલ ને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પ્રજાપતિ સમાજના શ્રી ચામુંડા પરિવાર દ્વારા ફુલ સ્કેપ ના ચોપડા વિતરણ નો કાર્યક્રમ યોજાયો…

સમાજના આગેવાનો અને શિક્ષણ વિદોએ વિદ્યાર્થીઓને ઉચ્ચક કારકિર્દી માટે...

પાટણના આનંદ સરોવરમાં પંપીંગ મશીનરી સાથે ડીજી જનરેટર સેટ ના કામનું ખાત મુર્હુત કરાયું..

ચોમાસા દરમ્યાન સર્જાતી પાણી ભરાવાની સમસ્યા નું નિરાકરણ આવશે.. પાટણ...

આર્ટ્સ કોલેજ પાટણના એન.એસ.એસ વિભાગ દ્વારા મતદાન જાગૃતિ માટે રેલી યોજાઈ…

પાટણ તા. ૨૨પાટણ સ્થિત નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના કેમ્પસમાં...