fbpx

પાટણ રોટરી કલબ દ્વારા સીઆરસી હેમાંગીબેન પટેલને નેશન બિલ્ડર એવોર્ડ થી સન્માનિત કરાયા..

Date:

પાટણ તા.૧૫
રોટરી એક આંતરરાષ્ટ્રીય એનજીઓ છે રોટરી ઇન્ટરનેશનલ લિટરેસી મિશન અંતર્ગત દર વર્ષે પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિવસ, ૮ સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિવસ અને ૬ ઓક્ટોબર વિશ્વ શિક્ષક દિન નિમિત્તે રોટરી કલબના કાર્યક્ષેત્રમાં આવતી સમગ્ર જિલ્લાની વિવિધ અલગ અલગ પ્રકારની શાળાઓમાંથી સરકારી, અર્ધ સરકારી જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, નગરપાલિકા સંચાલિત શાળાઓમાં શિક્ષણની જ્યોતને પ્રજવલિત કરનાર એક સન્માનિત વ્યક્તિત્વ એટલે શિક્ષક કે જે છેવડાની શાળામાં ભગીરથ શિક્ષણની જયોત પ્રગટાવી પોતાના જ્ઞાનને શાળાના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીને શિક્ષણના સાચા વાહક પ્રસાર અને પ્રસારનું કામ કરતા એવા નવાચારથી ભરાયેલા શિક્ષકોનું રોટરી દ્વારા નેશન એવોર્ડ થી સન્માન કરવામાં આવે છે.

તાજેતરમાં રોટરી કલબ ઓફ પાટણ દ્રારા પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કા.કુલપતિ ડો. રોહિત દેસાઈ ના અધ્યક્ષ પદે રોટરી બ્લડ બેંક ના સભા હોલ ખાતે આયોજિત કરવામાં આવેલ નેશન બિલ્ડર એવોર્ડ કાર્યક્રમમાં પાટણ નાણાવટી સ્કૂલ ના સીઆરસી ડો.હેમાંગીબેન વેલજીભાઈ પટેલને નેશન બિલ્ડર એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

આ એવોર્ડ કાર્યક્રમ પ્રસંગે યુનિવર્સિટીના કા. કુલપતિ ડો.રોહિત દેસાઈ,રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ડો. કુસુમબેન ચંદારાણા,આટૅસ કોલેજ પ્રાધ્યાપક ડો. ચેતનભાઈ પ્રજાપતિ,રો.પ્રમુખ ઝુઝારસિહ સોઢા,રો.મંત્રી વિનોદ સુથાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

લીઓ ટ્રી પ્લાન્ટેશન ચેલેન્જ ૨૦૨૩ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો…

પાટણ તા. 31 લીઓ ટ્રી પ્લાંટેશન ચેલેન્જ ૨૦૨૩ અંતર્ગત...

ઓરૂમાણા શાળા ખાતે ગામની તેજસ્વી વિદ્યાર્થીની ના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજને લહેરાવી સલામી અપાઈ..

ઓરૂમાણા શાળા ખાતે ગામની તેજસ્વી વિદ્યાર્થીની ના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજને લહેરાવી સલામી અપાઈ.. ~ #369News

વસંતપંચમી નિમિતે વહી વંચા તૂરી બારોટ સમાજ બંધુઓ દ્વારા સરસ્વતી પૂજન કાર્યકમ યોજાયો….

વસંતપંચમી નિમિતે વહી વંચા તૂરી બારોટ સમાજ બંધુઓ દ્વારા સરસ્વતી પૂજન કાર્યકમ યોજાયો…. ~ #369News