fbpx

પાટણ ખાતે આયોજિત સિનિયર સિટીઝનો ની રસ્સા ખેચ સ્પર્ધામાં ભાઈઓની 11 અને બહેનોની 3 ટીમોએ ભાગ લીધો..

Date:

પાટણ તા. ૧૩
પાટણના સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે રમત ગમત યુવાસાસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા બુધવારે સિનિયર સિટીઝન ભાઈઓ ,બહેનો ની રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં ભાઈઓની કુલ 11 ટિમો અને બહેનો ની 3 ટીમો એ ભાગ લીધો હતો.જેમાં પાટણ જિલ્લા ની બહેનો ની ટીમ પ્રથમ ,બીજા નંબરે વલસાડ અને ત્રીજા નંબરે મહી સાગર જિલ્લા ની ટીમ રહી હતી.

જ્યારે ભાઈઓની સ્પર્ધામાં પ્રથમ નંબર પાટણ જિલ્લો,બીજો નંબર સાબરકાંઠા અને ત્રીજો નંબર વલસાડ જિલ્લા ની ટીમે પ્રાપ્ત કર્યો હતો. વિજેતા ટીમોને ઉપસ્થિત મહાનુભાવોની વરદ હસ્તે શિલ્ડ પ્રમાણપત્ર આપી ને સન્માનિત કરવામાં આવ્યા હતા.

પાટણના સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે યોજાયેલ સીનીયર સીટીઝનો ની રસ્સા સ્પર્ધા પ્રસંગમાં પાટણ નગર પાલિકાના પ્રમુખ હિરલ બેન પરમાર, કોર્પોરેટર મનોજભાઈ પટેલ, ગુ. રા. રસ્સા ખેંચ એસો. ના પ્રમુખ અશોકભાઈ રાવલ, સેક્રેટરી રાજુભાઈ પટેલ, જિ. ર. ગ. અધિકારી નરેશભાઈ ચૌધરી, જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી કિરણભાઈ પટેલ ,જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ના અધિકારી બાબુ ભાઈ ચૌધરી તેમજ સ્પર્ધાના પંચો, ટીમ મેનેજરો અને સિનિયર સિટીઝન ટીમના ખેલાડીઓના સમથૅકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત વિવિધ અભ્યાસ સમિતિ ઓની બેઠકો યોજાઈ..

પાટણ તા. ૧૨પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે...

પાટણ યુનિવર્સિટીમાં PHDના ગાઈડની ફાળવણી કરવામાં આવી..

485 ઉમેદવારોને 27 વિષયના 276 ગાઈડ ફાળવવામાં આવ્યા.. પાટણ તા....