આરોપીને સબ જેલમાં મોકલ્યા બાદ પોલીસ તપાસમાં વધુ 9.190 તોલા સોનુ વેપારી પાસેથી કબજે કરાયું..
પોલીસ દ્વારા આરોપીના કોલ ડીટેલ ના આધારે ઝીણવટ ભરી ચાલી રહેલી તપાસ. .
પાટણ તા.18
પાટણ શહેરમાં બહુચર્ચિત બનેલા દીક્ષિતા ઘીવાળા આત્મહત્યા કેસ માં સંડોવાયેલ આરોપી મહેશ ઠક્કર ના રિમાન્ડ પૂર્ણ થતા તેને સબજેલમાં મોકલી આપ્યા બાદ પાટણ એ ડિવિઝન પીઆઇ પરમાર સહિતની ટીમ દ્વારા ગુનામાં રિકવર કરવાના બાકી રહેલા સોના ચાંદીના મુદ્દા માલ માટેની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે જેને લઈને પોલીસે વધુ 9.190 મિલી સોનુ વેપારી પાસેથી રિકવર કરી આ કેસમાં કુલ 32.166 તોલા સોનુ તેમજ 1.92 કી ગ્રામ ચાંદી મળી અંદાજિત રૂપિયા 14,58,410 નો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું પાટણ એ ડિવિઝન પીઆઈ પરમારે જણાવ્યું હતું.પાટણ એ ડિવિઝન પોલીસ દ્વારા દિક્ષિતા ઘીવાળા આત્મહત્યા કેસમાં ફરિયાદમાં લખાવેલ મુદ્દામાલને રિકવર કરવા માટે આરોપીને જેલમાં મોકલ્યા બાદ પણ ચાલી રહેલી ઝીણવટ ભરી તપાસ ને કારણે ફરિયાદમાં લખાવેલા સોના ચાંદીના દાગીનાઓ રિકવર કરવામાં મહદ અંશે સફળતાઓ મળી રહે છે. ત્યારે પોલીસ દ્વારા ફરિયાદમાં લખાવાયેલ મુજબ મુદ્દામાલ રિકવર થાય તે માટે આરોપી ના કોલ ડીટેલ ના આધારે આરોપીના સંપર્કમાં જે જે લોકો છે તેઓને ક્રમશઃ પોલીસ મથકે બોલાવી પૂછતાજ કરી કામગીરી કરવામાં આવી રહી હોવાનું એ ડિવિઝન પોલીસે જણાવ્યું હતું.