પાટણમાં PMGKY યોજના અંતર્ગત પ્રતિ માસ 10 લાખથી વધુ લાભાર્થીઓ અનાજ મેળવી રહ્યા છે..
જાન્યુ.-2023 થી ડિસેમ્બર-2023 સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ઘઉં અને ચોખા મળશે વિનામુલ્યે..
પાટણ તા. 11
દેશના ગરીબ અને મજૂર વર્ગ માટે 26 માર્ચ, 2020 વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના ના સમય ગાળા દરમિયાન કોઈ ગરીબ ભૂખ્યો ન સુવે તે માટે તેઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય અનુસાર દરેક જરૂરીયાતમંદને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મફત અનાજ વિતરણ કરવામાં આવશે. હાલમાં સમગ્ર રાજ્યમાં જાન્યુઆરી-2023થી ડિસેમ્બર-2023 સુધી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-2013 હેઠળના તમામ લાભાર્થી ઓને વિનામુલ્યે ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજ્ય સરકાર દ્વારા અન્ય આવશ્યક ચીજવસ્તુઓનું જેમ કે, તુવેર દાળ, ચણા, ખાંડ, મીઠું વગેરેનું રાહતદરે વિતરણ કરવામાં આવશે.
રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા(એન.એફ.એસ.એ.) હેઠળ સમાવિષ્ટ પાટણ જિલ્લાના 2.20 લાખથી વધુ રેશનકાર્ડ ધારક કુટુંબોની 10.75 લાખ કરોડ જનસંખ્યાને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ પ્રતિમાસ વિનામુલ્યે અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આ યોજના ખરેખર ગરીબો માટે વરદાનરૂપ સાબીત થઈ છે. પાટણ જિલ્લામાં વર્ષ-2023 માં પ્રતિ માસ કુલ 10 લાખથી વધુ લાભાર્થી ઓને અનાજ નું વિતરણ કરવામાં આવી રહ્યું છે. માર્ચ-2023નાં આંકડાઓ પર નજર કરી એ તો 2 લાખ 22 હજાર 831 કાર્ડ સામે કુલ 10 લાખ 75 હજાર 224 લાભાર્થી ઓને અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. જિલ્લા માં એ.પી.એલ-1 અને 2 કાર્ડ અંતર્ગત કુલ 6,75,000 લાભાર્થી ઓને અનાજ વિતરણ કરાયું છે.
તો બી.પી.એલ કાર્ડ અંતર્ગત કુલ 3,82,226 લાભાર્થીઓને મફત અનાજ વિતરણનો લાભ મળ્યો છે. અંત્યોદય અંતર્ગત 89,041 લાભાર્થી ઓને મફત અનાજ વિતરણનો લાભ મળ્યો છે. પાટણ જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા- 2013 હેઠળ અંત્યોદય કુટુંબોને કાર્ડ દીઠ 15 કિલો ઘઉં વિનામુલ્યે આપવામાં આવી રહ્યા છે તેમજ અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિદીઠ 2 કિલો ઘઉં આપવામાં આવી રહ્યા છે. અંત્યોદય કુટુંબોને કાર્ડ દીઠ 20 કિલો ચોખા આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેનો લાભ હાલમાં પાટણ ના જરૂરીયાત મંદો લઈ રહ્યા છે તો બીજી તરફ અગ્રતા ધરાવતા કુટુંબો ને વ્યક્તિદીઠ 3 કિલો ચોખાનું વિતરણ કરવા માં આવી રહ્યું છે.
આ તરફ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળની વાત કરીએ તો આવશ્યક ચીજવસ્તુ ઓ અંતર્ગત અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલો તુવેરદાળ, 1 કિલો ચણાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અંત્યોદય કુટુંબોને 3 વ્યક્તિ સુધી કાર્ડદીઠ 1 કિલો ખાંડ તેમજ 3 થી વધુ વ્યક્તિ દીઠ 0.350 કિલો ખાંડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ બીપીએલ કુટુંબોને વ્યક્તિદીઠ 0.350 કિલો ખાંડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તદઉપરાંત અંત્યોદય અને બીપીએલ કુટુંબો તેમજ અગ્રતા ધરાવતા કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલો મીઠું વિતરણ કરવા માં આવી રહ્યું છે. જેનો પાટણના જરૂરીયાત મંદ લોકો લાભ લઈ રહ્યા છે.
રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-2013 (NFSA) હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓ સાથે વાત કરતા તેઓએ હર્ષની લાગણી સાથે વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી તેમજ રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નો આભાર વ્યક્ત કર્યો હતો. મફત અનાજ વિતરણ નો લાભ લેનાર પાટણ શહેરના રાવળ પ્રહલાદ ભાઈ જણાવે છે કે, અમને સરકાર તરફથી 15 કિલો ઘઉં, તેમજ 20 કિલો ચોખા તદ્દન મફત મળ્યા છે. મારા પરીવાર તરફથી હું સરકાર નો ખૂબ ખૂબ આભાર માનું છું. નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકાર હંમેશા ગરીબો માટે ચિંતીત રહે છે. અમને દરવર્ષે આ રીતે મફત અનાજ મળે છે.
સરકારનો ખૂબ ખૂબ આભાર પાટણ ના શેખ રમઝાન અબ્દુલ સત્તાર પ્રધાનંત્રી ગરીબ કલ્યાણ યોજ ના થી લાભા ન્વિત થઈને સરકાર નો આભાર માનતા કહે છે કે, વડા પ્રધાન હંમેશા અમારા જેવા જરૂરીયાતંદોની વ્હારે આવ્યા છે. મને ઘઉઁ, ચોખા, તુવેરદાળ, ખાંડ અને મીઠું મળ્યું છે અને દરવર્ષે આ જ રીતે અનાજ મળે છે. તે બદલ હું સરકારનો આભારી છુ.