આફ્રિકામાં આવેલ વેલનોન આર્ટ ગેલેરી ખાતે પેન્ટિંગ એક્ઝિબિશન મા સંદિપ પ્રજાપતિ ના પેન્ટિંગ જોઈ આફ્રિકનો દંગ રહી ગયા..
પાટણ તા. 6 પાટણના ઝવેરી બજારમાં સોના ચાંદીના દાગીના બનાવનાર તેમજ વેચનાર તેમજ પ્રજાપતિ સમાજના સેવાકાયૅ મા હમેશા તત્પર રહેતાં સેવાભાવી એવા કનુભાઈ પ્રજાપતિ ના સુપુત્ર સંદીપ કે જેણે અમદાવાદ ખાતે આર્કિટેકનો અભ્યાસ કર્યો પરંતુ તેને પેન્ટિંગમાં નાનપણથી જ ખૂબ જ રસ હોવાના કારણે તે સવારથી જ અમદાવાદની હેરિટેજ પોળો, જગ્યાઓ , કિલ્લાઓ વગેરેને પોતાની પીંછી વડે વેલવેટ પેપર ઉપર કંડારી એક મોટી નામના પ્રાપ્ત કરી છે.
તાજેતરમાં જ આફ્રિકા ખાતે વેલનોન આર્ટ ગેલેરી ખાતે સંદીપ પ્રજાપતિ ના પેન્ટીગ નું એક્ઝિબિશન રાખવામાં આવ્યું હતું જેમા અમદાવાદના હેરિટેજ ચિત્રો જોઈ આફ્રિકાના આર્ટિસ્ટો પણ મંત્રમુગ્ધ બની ગયા હતા અને સંદીપ ની આર્ટ કલાને બિરદાવવા મજબૂર બન્યા હતા સાથે સાથે આફ્રિકન આર્ટીસ્ટોએ સંદીપ પ્રજાપતિના આર્ટને બારીકાઈથી નિહાળી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
આફ્રિકન આર્ટ પ્રેમી વિદ્યાર્થીઓએ પણ સંદીપ પ્રજાપતિ ના ચિત્રો જોઈ સંદીપ પ્રજાપતિ પાસેથી પેન્ટિંગ વિશેની માહિતી મેળવી હતી. સંદીપ પ્રજાપતિ દ્રારા અમદાવાદ ખાતે પણ ઘણી કોલેજો,શાળાઓમાં તથા રવિશંકર રાવળ આર્ટ ગેલેરી ખાતે એક્ઝિબિશન આયોજિત કરવામાં આવ્યાં છે.
અમદાવાદના ખ્યાતનામ આર્ટિસ્ટોએ પણ આ એક્ઝિબિશનની મુલાકાતો લીધી છે.ગુજરાત રાજ્યના મિનિસ્ટરોએ પણ સંદીપ ની પેન્ટિંગ આર્ટ ને નિહાળી પેન્ટિંગ ક્ષેત્રે ગુજરાતને ગૌરવ અપાવવા બદલ સંદીપ પ્રજાપતિ ને બિરદાવ્યો છે. આજે સંદીપ પ્રજાપતિએ પાટણ તથા સમગ્ર ગુજરાતનું તથા પ્રજાપતિ સમાજનું ગૌરવ આફ્રિકાની ધરતી ઉપર એક્ઝિબિશન ગોઠવીને વધાર્યું છે. વેલ ડન સંદીપ પ્રજાપતિ વેલ ડન
અહેવાલ યશપાલ સ્વામી