જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વિજેતા બનેલ મહિલાઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે..
પાટણ તા. 18
પાટણ સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે સિનિયર સીટીઝન બહેનો માટે એથ્લેટીક્સ, ચેસ,યોગાસન,રસ્સાખેંચ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન બહેનોએ ભાગ લીધો હતો.
પાટણ જિલ્લાની સીનિયર સીટીઝન (60 વર્ષથી ઉપરના) મહિલા ખેલાડીઓ માટે વિવિધ સ્પર્ધાનુ આયોજન ચાલુ વર્ષ 2023-24દરમ્યાન ગુજરાત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ, જી-20 અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટ ઓફ ગુજરાત આયોજિત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી પાટણ દ્રારા આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ જિલ્લા કક્ષા સીનિયર સીટીઝન (60 વર્ષથી ઉપર) મહિલાની એથ્લેટીકસ, યોગાસન ચેસ ,રસ્સાખેંચ સ્પધૉમાં એથ્લેટીક્સ માં 8,રસ્સા ખેંચ માં 19 ,યોગાસન માં 9 અને ચેશ માં 4 એમ કુલ 39 જેટલી સિનિયર
સીટીઝન મહિલાઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. આ સ્પધૉમા વિજેતા થનાર મહિલાઓ રાજ્ય કક્ષા ની સ્પર્ધામાં ભાગ લેશે.
સ્પર્ધામાં ભાગ લેનાર મહિલા ખેલાડીઓને જિલ્લા રમત વિકાસ અધિકારી કિરણ પટેલ દ્રારા સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.તો આ ઉપરાંત હિરા શંકર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વૃધ્ધાશ્રમમાં પણ ચેસ અને યોગાસન ની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આમ પાટણ ખાતે સિનિયર સીટીઝન મહિલા માટે યોજાયેલ સ્પર્ધામાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉપસ્થિત રહી ભાગ લીધો હતો.