fbpx

સરસ્વતી તાલુકાના કાસા મુકામે 28 ગામ મોદી સમાજ દ્વારા મોદી પ્રીમિયર લીગનો પ્રારંભ કરાયો…

Date:

પાટણ તા. ૧૬
સરસ્વતી તાલુકાના કાસા મુકામે 28 ગામ મોદી સમાજ દ્વારા આયોજિત મોદી પ્રીમિયર લીગ (MPL-5) નો મંગળવાર ના રોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી કે સી પટેલ, પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ ભાટિયા સહિત 28 ગામ મોદી સમાજના આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

કાસા મુકામે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી કે સી પટેલે શુભેચ્છા ઓ પાઠવતા જણાવ્યું હતું કે સ્વસ્થ અને તંદુરસ્ત જીવન માટે રમત ગમત ઉત્તમ માધ્યમ છે ત્યારે 28 ગામ મોદી સમાજ દ્વારા આયોજિત કરાયેલ આ ક્રિકેટ ટુર્નામેન્ટ યુવાનો માટે આશીર્વાદરૂપ બની રહેશે.

તેઓએ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ ને ખેલદીલી પૂવૅક ટુનૉમેન્ટમા ભાગ લઈ 28 ગામ મોદી સમાજ નું રમત ગમત ક્ષેત્રમાં નામ રોશન કરો તેવી અભિલાષા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ અને ભાટિયા સમાજના યુવા સેવા ભાવી અગ્રણી ભરતભાઈ ભાટીયા એ પણ સમાજ દ્વારા આયોજિત કરાયેલ ટુર્નામેન્ટની શુભેચ્છાઓ સાથે આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ તાલુકા પંચાયત કચેરી કેમ્પસમાં ગવર્મેન્ટ લેબર કોન્ટ્રાક્ટરે ઝેરી દવા ગટગટાવતા સન સનાટી મચી…

ખાનપુરા-રાજકુવા ગામે પેવર બ્લોકના કામગીરીના પેમેન્ટ બાબતે તલાટી દ્વારા...

પાટણ જિલ્લાના સમી પંથકના ચડીયાણા ગામે વીજળી પડતા ત્રણ ભેંસોના મોત..

પાટણ જિલ્લાના સમી પંથકના ચડીયાણા ગામે વીજળી પડતા ત્રણ ભેંસોના મોત.. ~ #369News

ચાણસ્મા કોલેજમાં રંગોળી સ્પર્ધા યોજાઈ..

પાટણ તા. ૯આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ચાણસ્માના ગૃહવિજ્ઞાન વિભાગ...

પાટણ ટેલિફોન એક્સચેન્જ નજીક વ્રજભૂમિના પાસે રોડમાં ગાબડું પડતાં અકસ્માતની ભીતિ…

પાટણ તા. 2પાટણમાં થોડા દિવસ પહેલા પડેલા વરસાદમાં શહેરના...