પાટણ રોટરી કલબ દ્વારા આયોજિત તરણ સ્પર્ધામા 110 સ્પૅધકોએ ભાગ લીધો…

પાટણ તા. ૨૩
રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા રવિવારે તરણ સ્પર્ધા નું પાટણ જિલ્લા સ્પોર્ટ સંકુલ ખાતેના સ્વિમિંગ પૂલ ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં અંડર ફોર્ટી, અંડર નાયનટી, તથા ઓપન ગ્રુપ અને 45 વર્ષના ઉપરના લોકોની ભાઈઓ તથા બહેનોની તરણ સ્પર્ધા રાખવામાં આવી હતી.

આ સ્પર્ધામાં 110 સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને વિજેતા બનેલ સ્પર્ધકોને રોટરી ક્લબ પાટણ દ્વારા શીલ્ડ તથા ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સ્પર્ધા ના કન્વીનર રોટરી સંતોષ ભાઈ ગુરુજી, પ્રોજેક્ટ ચેરમેન વિનોદભાઈ જોશી, રોટરી ક્લબના પ્રમુખ ઝેડ એન સોઢા, સહ કન્વીનર રણછોડભાઈ પટેલ, રો.જયરામભાઈ પટેલ, મંત્રી વિનોદભાઈ સુથાર, રાજેશભાઈ મોદી, રો. ઘનશ્યામ ભાઈ પટેલ, રો.મહેન્દ્રભાઈ પટેલ , રો. પરેશભાઈ, રો. વાય.બી. પ્રજાપતિ વગેરે સભ્યોએ હાજર રહી વિજેતા સ્પર્ધકોને ઇનામ તથા શીલ્ડ આપી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

દર સાલની જેમ રોટરી ક્લબ દ્વારા ચાલુ સાલે પણ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાટણ તથા આજુબાજુના શહેરના તરવૈયાઓ એ સ્પર્ધામાં ભાગ લીધો હતો.