પાટણ તા. ૨
પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના કમાલપુર ગામે દીવાલ ધરાશાય થતાં મોટી દુર્ઘટના સર્જાતાં 20 ધેટા મોત નિપજ્યા હતા તો 10 ધેટા ઈજાગ્રસ્ત બનતાં તાત્કાલિક પશુચિકિત્સક દ્રારા સારવાર શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાની મળતી માહિતી મુજબ રાધનપુરના કમાલપુર ગામમા રહેતા ઠાકોર વાલાભાઈ પંચાણભાઈ ના ઘર પાસેની 50 ફૂટ લાંબી દિવાલ કોઈ કારણસર ગુરૂવારે ધરાશાયી થઈ બાજુમાં આવેલ બલાભાઈ ભાનુભાઈ ભરવાડ ના વાડાના ભાગમાં પડતા વાડામાં બેઠેલ ઘેટાં નું ટોળું દટાયુ હતું. જેમાં 20 જેટલાં ઘેટાંના મોત નીપજ્યા હતા જ્યારે 10 જેટલાં ઘેટાં ઘાયલ થતાં તેઓની પશુચિકિત્સક દ્રારા સારવાર શરૂ કરવામાં આવી હતી.
કમાલપુર ગામે દિવાલ ધરાશાયી બનવાની ઘટના સજૉતા ગામ લોકો ના ટોળેટોળા ધટના સ્થળે ઉમટી પડ્યા હતા અને ગામ લોકો એ મૃત ઘેટાં ના મૃતદેહ ને કાટમાળ નીચે થી બહાર કાઢી ઘાયલ ઘેટાંઓની સારવાર શરૂ કરાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે દીવાલ ધરાસાઈ થવાનું કારણ જાણી શકાયું નથી તો આ અકસ્માત મા કોઈ માનવ જાનહાનિ ન થતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે.
અહેવાલ યશપાલ શ્યામી