fbpx

ગુરૂપૂર્ણિમા ના પવિત્ર દિવસે પ. પુ. દોલતરામ બાપુએ શિષ્યોને વૃક્ષો વાવવા અપીલ કરી આશિર્વાદ પાઠવ્યાં..

Date:

મોટી સંખ્યામાં ભકતોએ ઉપસ્થિત રહી ગુરૂ પુજન સાથે ભજન ભક્તિ નો લ્હાવો લઈ ધન્યતા અનુભવી..

પાટણ તા. ૨૨
પાટણ તાલુકાના નોરતાવાટા ગામે ગુરુપૂર્ણિમાએ સંત શ્રી દોલતરામબાપુ અને પ. પુ. વિશ્વભારતીજી મહારાજના દર્શન માટે વિશાળ સંખ્યામાં ભક્તો સાથે રાજકીય, સામાજિક આગેવાનો ઉમટયા હતાં.

ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે ગુરુના પૂજન અર્થે આવેલા શિષ્યોને વ્યસન મુક્ત બનાવનાર પ. પુ. દોલતરામ મહારાજ અને પ. પુ. વિશ્વભારતીજી એ પોતાના આશિર્વચન પાઠવતા પર્યાવરણના જતન માટે અને ગ્લોબલ વોર્મિંગ ને અટકાવવા દરેક શિષ્યને વૃક્ષો વાવી અને તેનું જતન કરવા માટે આહવાન કયુઁ હતું.

પાટણ ના નોરતાવાટા ગામે પ. પુ. સંત દોલતરામજી મહારાજના સ્થાનકે રવિવારે ગુરુપૂર્ણિમાને લઈ પંથક માંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભકતો માટે પુ. બાપુના અનુયાયી પ. પુ. રવિ રામ મહારાજ દ્રારા સુંદર ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાત્રે આશ્રમ ખાતે ભજન ભક્તિ ના આયોજિત કાર્યક્રમમાં પણ ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગુરુની પૂજા અર્ચના સાથે આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ની ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના વિધાર્થી એ સ્વિમિંગ ની વેસ્ટ ઝોન સ્પર્ધા ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા..

આગામી દિવસોમાં રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરવા રાજકોટ ખાતે યોજાનાર...

પાટણના સ્થાપના દિવસે રાણકીવાવ ખાતે આયોજિત સંગીત સમારોહમાં પાટણ વાસીઓનો જમાવડો જામ્યો…

રાણીની વાવનો થયો સુરો થી શણગાર સાહિત્યકાર માયાભાઈ આહીરના...

પાટણના અનાવાડા સ્થિત શ્રી શનિદેવ મંદિર પરિસર ખાતે શનિ અમાસ નિમિત્તે ધાર્મિક ઉત્સવો ઉજવાયા.

પાટણના અનાવાડા સ્થિત શ્રી શનિદેવ મંદિર પરિસર ખાતે શનિ અમાસ નિમિત્તે ધાર્મિક ઉત્સવો ઉજવાયા. ~ #369News