પાણી ભરાવાના કારણે મચ્છરજન્ય જીવજંતુનો ઉપદ્રવ વધત્તા રોગચાળો ફેલાવવાની ભીતી..
પાલિકા તંત્ર દ્વારા પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ લવાઈ તેવી માંગ પ્રબળ બની..
પાટણ તા. 24
પાટણ શહેરના નવા બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં આવેલ સોસાયટીઓના રહીશો અનેક યાતનાઓનો ભોગ બની મુશ્કેલી વેઠી રહ્યા છે.હાલમાં જામેલી કમોસમી વરસાદની સિઝનને કારણે આ સોસાયટી વિસ્તારના માર્ગો પર ભરાતા વરસાદી પાણી ની સાથે સાથે આ વિસ્તારના માર્ગો ઊંચા ઉપાડવામાં આવેલા હોય રહીસોના ઘરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતા મુશ્કેલી સર્જાવા પામી છે.
તો બીજી તરફ નવા બસ સ્ટેશનમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટેપાછળના ભાગે કરવામાંઆવેલી પાણી નિકાલની વ્યવસ્થા ના કારણે આ બસ સ્ટેશનનું ભરાયેલું પાણી પણ આ માર્ગો પર વહેતા જીવ જંતુનો ઉપદ્રવ પણ વધવા પામ્યો છે.જેના કારણે વિસ્તારના રહીશોમાં રોગચાળો ફેલાવવાની ભીતી પણ સેવાઈ રહી છે.
ત્યારે પાલિકાના સત્તાધીશો સહિત લાગતા વળગતા તંત્ર દ્વારા આ વિસ્તારની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ વિસ્તારમાં રહેતા રહીશો વતી આ વિસ્તારના અને પોલીસમાં ફરજ બજાવતા એએસઆઈ સોનાભાઈ પ્રજાપતિએ કરી છે.