fbpx

બહેરા મૂંગા શાળા પાટણ ના બધિર વિદ્યાર્થીઓ તથા દિવ્યાંગ રોજગાર તાલીમા ર્થીઓએ સૌરાષ્ટ્રનો પ્રવાસ માણ્યો..

Date:

પાટણ તા. 24
સરસ્વતી બધિર એજ્યુ
કેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અમિતભાઈ શાહની પ્રેરણાથી એસ્ટેટ ઓફ ઉર્મિલા જવાહર દલાલ મુંબઈના આર્થિક સહયોગથી શ્રીમતી એમ.કે.વ્યાસ અને શ્રીમતી વાય.આર.સાંડેસરા બહેરા મૂંગા શાળા અને શ્રીમતી હર્ષાબેન ભરતભાઈ શાહ દિવ્યાંગ રોજગાર તાલીમ કેન્દ્રના તાલીમાર્થીઓ માટે ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્ર દર્શન શૈક્ષણિક પ્રવાસનું સુંદર આયોજન કરાયું હતું. જેમાં બધિર વિદ્યાર્થીઓ તથા દિવ્યાંગ તાલીમાર્થીઓના ચહેરા ઉપર આનંદ, પ્રેમ અને સંતોષ નીતરતો જણાયો હતો.

આ શૈક્ષણિક પ્રવાસમાં ચોટીલા,નવા રણુંજા રામદેવપીર, દ્વારકા,બેટ દ્વારકા અને નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરાવી તેનો મહિમા બાળકોને તેમની સાઈન લેગ્વેંજની ભાષામાં સમજાવી ધાર્મિક સ્થળોના દર્શન ની સાથે સાથે કુદરતી સૌંદર્ય, દરિયા કિનારો,ડુંગર,કુંડ,જંગલ,નાવ, જહાજ,પ્રાણી સંગ્રહાલયમાં વિવિધ પ્રાણીઓનો પરિચય, રામબાગ ખાતે બાગ બગીચામાં રમવાનો આનંદ, વિવિધ ફૂલછોડની ઓળખ ઉપરાંત રાજકોટ અને મેટોડા જીઆઇડીસી માં ચાલતા નાના મોટા ઉદ્યોગ બતાવી તેની વિશેષ જાણકારી બધિર સંસ્થાના શુભેચ્છક એવા સંજયભાઈએ આપી દિવ્યાંગોને આવકાર્યા હતા.

આ બધું બધિર બાળકોને વર્ગખંડમાં સમજાવવું ઘણું અઘરું પડે છે જે આ પ્રવાસ થકી બાળકો સારી રીતે સમજી પ્રત્યક્ષ સમજ મેળવી જે આ દિવ્યાંગ વ્યક્તિઓ પોતાના જીવનમાં ક્યારેય નહીં ભૂલે.આ પ્રવાસમાં પ્રથમ રાત્રી રોકાણ નવાં રણુજા ખાતે રામદેવપીર ધામના ટ્રસ્ટી સુરેન્દ્રભાઈ ખુશાલચંદ્ર અને તેમના ધર્મપત્ની સરયુબેન દ્વારા ઉમદા સ્વાગત કરવામાં આવ્યું. સાંજે અને વહેલી સવારની રામદેવપીરની આરતીનો લહાવો લઈ દિવ્યાંગ વ્યક્તિઓ ખૂબ આનંદિત થયા હતા.


ત્રણ દિવસના આ પ્રવાસમાં દિવ્યાંગ એવાં વિદ્યાર્થીઓ તથા તાલીમાર્થીઓએ ન ભુલાય તેવા સંસ્મરણો સાથે આનંદ ઉલ્લાસ થી સુખરૂપ પ્રવાસ પૂરો કર્યો હતો.પ્રવાસના સહિયોગીઓનો સંસ્થાના માનદ્ મંત્રી દેવેન્દ્રભાઈ સાલવી, સહમંત્રી-પૂર્વ આચાર્ય ડો.કુસુમબેન ચંદારાણા અને વહીવટી અધિકારી ઉષાબેન બુચે દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. આ શૈક્ષણિક પ્રવાસમાં બધિર બાળકોને વિવિધ સ્થળો વિશે જાણકારી તેમની ભાષામાં સમજૂતી આપી પ્રવાસનું સંકલન શાળાના આચાર્ય ઘેમરભાઈ દેસાઈએ કર્યું હતું.શાળા સ્ટાફે પ્રવાસમાં જોડાઈ ઉમદા સેવા બજાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ફાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ મિલકતો એક માસની મુદત આપી ખોલાઈ…

સીલ મારેલ દુકાનો અને કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટી અને ફાયર...