લખીની વાડીમાં ગેરકાયદે કબજો જમાવેલ સાધુ સામે લેન્ડ ગ્રેજિગની ફરીયાદ દાખલ..
સમાજના ટ્રસ્ટી મંડળ સહિત આગેવાનો દ્વારા પત્રકારોને સઘળી હકીકત થી માહિતગાર કરાયા.
પાટણ તા. 26
પાટણ એ ધાર્મિક નગરી છે અહી દરેક સમાજની વાડી તેમજ મંદિરો આવેલા છે.પરંતુ કેટલાક ટ્રસ્ટીઓની લાલચ અથવા નાસમજ ના કારણે નવી પેઢીને હેરાન પરેશાન થવું પડતું હોય છે.ત્યારે આવી જ એક વિવાદિત જગ્યા ને લઈ ગેરકાયદે કબ્જો જમાવનાર એક સાધુ સામે લેન્ડ ગ્રેજિંગની ફરીયાદ દાખલ થતાં આ જગ્યાનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે..
આ વિવાદિત સમાજ ટ્રસ્ટની જગ્યાની હકીકત લોકો સુધી પહોંચાડવા સમાજના ટ્રસ્ટી મંડળ સહિત આગેવાનો દ્વારા રવિવારના રોજ સમાજની વાડી ખાતે પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ મીડિયાના પત્રકારો સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી સુવિસ્તાર માહિતી પ્રદાન કરી હતી જેમાં ડોક્ટર કૌશિક કડિયાએ આ સમગ્ર મામલે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કેપાટણ શહેરમાં મહેનતકશ અને બાંધકામ ક્ષેત્રે મોટો ફાળો આપનાર સમાજ એવા કડીયા–સથવારા જ્ઞાતિની વાડી જે મીરા દરવાજા થી પદ્મનાભ મંદિર તરફ જવાના માર્ગ પર સાઈબાબા નગરની પાસે આવેલી લખીની વાડી તરીકે ઓળખાય છે.
તે વાડી માં જ્ઞાતિનું ટ્રસ્ટ આજથી પાંચ દાયકા પહેલા બન્યું હતું.પરંતુ જે તે સમયના ટ્રસ્ટીના વારસદારો એ પેઢીનામું ખોટું બનાવી ને લોભ લાલચ માં આવી આ સમાજના ટ્રસ્ટની જગ્યા એક સાધુને બક્ષીસ ગીરો પેટે લખી આપ્યા બાદ તે સાધુ દ્વારા આ સમાજ ટ્રસ્ટની જગ્યા ઉપર પગદંડો જમાવતા અને આ વિવાદિત પ્રશ્ન ઉભો થતા સમાજના નવીન ટ્રસ્ટીઓએ આ મામલે કોર્ટ કચેરી એ મામલો પહોંચાડતા કોર્ટ દ્વારા કડીયા – સથવારા જ્ઞાતિ ટ્રસ્ટ ની તરફેણ માં ચુકાદો આપ્યો હોવા છતાં માથાભારે એવાં ટ્રસ્ટીની જગ્યામાં પગદંડો જમાવીને બેઠેલા સાધુ એ સાધુતા છોડીને દબાણ કર્યુ છે.
ત્યારે કાયદાકીય રીતે જ્ઞાતિ ના ટ્રસ્ટી મંડળ સહિત આગેવાનો દ્વારા કબજો જમાવી બેઠેલા સાધુ પાસેથી આ વાડી નો કબજો પરત લેવા અને અત્રેના સાધુ દ્વારા સમાજ ટ્રસ્ટની આ જગ્યા ઉપર ગેરકાયદે ધાર્મિક પ્રવૃતિ કરી રહયા હોવાની બાબતે સથવારા કડીયા સમાજ દ્વારા વિરોધ નોંધાવીને આ પ્રવૃતિ અટકાવવા આ સાધુ સહિત અન્ય બે વ્યક્તિ સામે ઓનલાઇન લેન ગ્રેજિગ નો કેસ દાખલ થતા આ મુદ્દો શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે.કડિયા સથવારા સમાજના ટ્રસ્ટી મંડળ સહિત સમાજ આગેવાનો દ્વારા આયોજિત કરાયેલ આ પ્રેસ બેઠકમાં સમાજના ટ્રસ્ટી મંડળ સહિત સમાજના આગેવાનો, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.