પાટણ તા. 20
20 જુલાઈ થી 24 જુલાઈ સુધી નવી દિલ્હી નોઈડામાં જી આઈ ફેર નું આયોજન કરવામા આવ્યું છે.જેમાં પાટણના પટોળા કસબી માધવી હેન્ડીક્રાફ્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલ પાટણના પટોળા નું એક્ઝિબિશનમાં ભાગ લેવાનું આમંત્રણ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ફોર હેન્ડીક્રાફ્ટ ન્યુ દિલ્હી તરફથી આમંત્રણ મળ્યું હતું.જે એક્ઝિબિશનમાં માધવી હેન્ડીક્રાફ્ટ દ્વારા તૈયાર કરાયેલા પાટણના પટોળા નું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
જે પટોળાને ગુરૂવાર તારીખ 20 જુલાઈના કેન્દ્રીય વસ્ત્ર મંત્રાલય અને રેલવે મંત્રી દર્શનાબેન જરદોશી એ પાટણના પટોળા પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને એક્ઝિબિશનમાં માધવી હેન્ડીક્રાફ્ટ દ્વારા તૈયાર કરી મૂકવામાં આવેલા વિન્ટેજ પટોળા જોઈ અભિભૂત બન્યા હતા અને તેઓએ માધવી હેન્ડીક્રાફ્ટ દ્વારા તૈયાર કરાયેલા પટોળા ની સરાહના કરી પટોળા બનાવનાર કસબી સુનિલભાઈ સોની અને તેમના સુપુત્ર શ્યામ સુનિલભાઈ સોનીની આ આર્ટ સાચવવા બદલ ધન્યવાદ સાથે શુભેચ્છા પાઠવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી