પાટણ તા. 26
પાટણ શહેરમાં આવેલ સુભાષ ચોક નજીકની કડવા પાટીદાર સમાજની વાડી ખાતે રવિવારના રોજ નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
આ આયોજિત કરાયેલા નિશુલ્ક નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પમાં સેલ્ફી હોસ્પિટલ ના અલગ અલગ ડોક્ટરો દ્વારા જરૂરિયાત મંદ દર્દીઓના વિવિધ પ્રકારના રોગોનું નિદાન કરવામાં આવ્યો હતો આ નિશુલ્ક નિદાન કેમ્પ નો 240 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. જ્યારે ડો. મોહનભાઈ પટેલ બ્લડ બેન્ક દ્વારા આયોજિત બ્લડ કેમ્પ માં 22 બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું.
આ કેમ્પનું આયોજન પાટણ ના ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલ અને પાટીદાર કિસાન સેના અને સ્વર્ગસ્થ બાબુભાઈ પરસોત્તમદાસ દેદિયાસણ વાળા સ્મરણાર્થે કરવામાં આવ્યું હતું.