કાર સેવકો સહિત રામ ભક્તોને જય શ્રી રામના ગગન ભેદી નારાઓ વચ્ચે અયોધ્યા જવા પ્રસ્થાન કરાવ્યું…
પાટણ તા. ૧૮
અયોધ્યામાં તારીખ ૨૨ મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામચંદ્રજીની વિધિવત રીતે મંદિર પરિસર ખાતે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિ સભર માહોલ ઉજવવામાં આવનાર છે જેને લઈને સમગ્ર દેશમાં ઉમંગ ઉત્સાહ સાથે દિવાળી જેવો માહોલ છવાયો છે.
ત્યારે પાટણ શહેર માથી ભગવાન શ્રી રામચંદ્રજી ના મંદિર માટે બાબરી મસ્જિદ ધ્વસ્ત કરવા કારસેવક તરીકે અયોધ્યા ગયેલા કારસેવક પૈકીના મયુર રાવલ અને દિપક મોદી નો આજે આનંદ નો કોઈ પાર રહ્યો નથી અને ભગવાન રામ લલ્લા ના અયોધ્યા સ્થિત મંદિર પરિસરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઇ આ મહોત્સવ મા સહભાગી બનવા બન્ને કારસેવકો સાથે યશોધર ઓઝા, પ્રણવ ઓઝા અને સાગર સાધુ નામના ત્રણ રામ ભકતો મળી કુલ પાંચેય લોકો ગુરૂવારે સાંજે શહેરના ધીવટા વિસ્તારમાં આવેલા શ્રી બહુચર માતાજીના મંદિર ખાતે થી અયોધ્યા રામચંદ્રજી ભગવાનની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મા સહભાગી બનવા રવાના થયા હતા.
કારસેવક મયુર રાવલ અને દિપક મોદી સહિત અન્ય ત્રણ રામ ભકતો ના અયોધ્યા પ્રસ્થાન પ્રસંગે પાટણ નગર પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, મહિલા કોર્પોરેટર છાયાબેન રાવલ ભાજપના મહિલા અગ્રણી યોગીનીબેન વ્યાસ સહિત શ્રી બહુચર શક્તિ મંડળ ની બહેનો સાથે વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જય શ્રી રામના ગગનભેદી નારા ઓ સાથે તમામ ને અયોધ્યા જવા પ્રસ્થાન કરાવ્યું હતું. આ પાંચેય લોકો અમદાવાદ થી રેલવે મારફતે અયોધ્યા પહોચશે અને ભગવાન શ્રી રામલલ્લા ના પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ ના સાક્ષી બનશે.
અહેવાલ યશપાલ સ્વામી