google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ જિલ્લા રમત ગમત સંકુલ ખાતે સ્વિમિંગ માટે ના ફોર્મ વિતરણ ના પ્રથમ દિવસે 700 ફોમૅ નું વિતરણ થયું..

Date:

સ્વિમિંગ માટે ના ફોમૅ મેળવવા પુરૂષ અને મહિલાઓ ની લાંબી કતારો જામી..

પાટણ તા. 27
સ્પોર્ટ્સ ઑથોરીટી ઑફ ગુજરાત હસ્તકના પાટણ જિલ્લા રમત ગમત સંકુલ ખાતે ઉનાળામાં સ્વિમિંગ પુલનો લાભ લેવા ઈચ્છતા પુરુષો અને મહિલાઓ માટે ના ફોર્મ વિતરણ સોમવારે સવારે 11 કલાકે શરૂ કરાતા પ્રથમ દિવસે જ 700 ફોમૅ નું વિતરણ થયું હતું ફોમૅ મેળવવા મોટી સંખ્યામાં સ્વીમીંગ રસિક પુરુષો અને મહિલાઓ ની ફોર્મ લેવા માટે કતારો લાગી હતી.

પાટણ શહેરના સ્પોર્ટ્સ ઑથોરીટી ઑફ ગુજરાત હસ્તકના પાટણ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે સોમવારે સ્વીમીંગ ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં સવાર થીજ સ્વીમીંગ રસિકો અને સ્વીમીંગ શીખનાર લોકો ની ફોર્મ લેવા લાઈનો લાગી હતી.

અને લાઈન માં ઉભા રહેલા પુરુષો અને મહિલાઓને વરા ફરથી ફોર્મ આપવામાં આવ્યા હતા.સવારે 11થી 1 એમ બે કલાક માં જ 700 જેટલા ફોર્મ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આગામી 10,4,2023 થી ફોર્મ સ્વીકારવાની શરૂઆત કરવામાં આવશે જયારે તા. 17-4-2023 ના રોજ થી સ્વિમિંગ પુલ શરૂ થશે. જેમાં ફોર્મ ફ્રી ના 50 રૂ અને માસિક 600 લેખે ત્રણ મહિના 1800 ફ્રી રાખેલ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

હારીજ ITI કોલેજમા શ્રમિકને કરંટ લાગતા ઘટના સ્થળ પર મોત નિપજ્યું..

બનાવની જાણ હારીજ પોલીસ ને કરાતાં આગળ ની કાર્યવાહી...

પાટણ જિલ્લાના અનુસુચિત જાતિ ના વિધાર્થીઓના વિવિધ પ્રશ્ને મંત્રી ને રૂબરૂ મળી રજુઆત કરવામાં આવી..

મંત્રી દ્વારા વિધાર્થીઓના હિતમાં આ મામલે ત્વરિત નિરાકરણ લાવવાની...

ભાજપના સ્થાપના દિવસ પર દેશભરમાં મોટા આયોજનની તૈયારી, પાર્ટી અધ્યક્ષે મહાસચિવો સાથે કરી બેઠક

ભાજપના સ્થાપના દિવસ પર દેશભરમાં મોટા આયોજનની તૈયારી, પાર્ટી અધ્યક્ષે મહાસચિવો સાથે કરી બેઠક ~ #369News