fbpx

ભાજપના સ્થાપના દિવસ પર દેશભરમાં મોટા આયોજનની તૈયારી, પાર્ટી અધ્યક્ષે મહાસચિવો સાથે કરી બેઠક

Date:

ભાજપના સ્થાપના દિવસ 6 એપ્રિલે માટે દેશભરમાં મોટા કાર્યક્રમની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ અંગે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ સંસદ ભવનમાં પાર્ટીના મહાસચિવ સુનીલ બસલ અને વિનોદ તાવડે સાથે બેઠક કરી.

ભાજપના સ્થાપના દિવસ 6 એપ્રિલે માટે દેશભરમાં મોટા કાર્યક્રમની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ અંગે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ સંસદ ભવનમાં પાર્ટીના મહાસચિવ સુનીલ બસલ અને વિનોદ તાવડે સાથે બેઠક કરી. ગુરુવારે સવારે 9.30 વાગે ભાજપના તમામ સાંસદો બાલયોગી ઓડિટોરિયમમાં એકઠા થશે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો સાથે પાર્ટીના વિસ્તૃત કાર્યાલયમાં હાજર રહેશે.

દેશભરના આઠ લાખ ત્રીસ હજાર બૂથ પર PM મોદી સવારે 10.45 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા કાર્યકરો, બૂથ સમિતિઓ અને પન્ના પ્રમુખોને સંબોધિત કરશે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પોતે પાર્ટીના અન્ય રાષ્ટ્રીય પદાધિકારીઓ સાથે પાર્ટીના નવા કેન્દ્રીય કાર્યાલય વિસ્તરણમાં હાજર રહીને વડા પ્રધાનના સંબોધનમાં જોડાઈ શકે છે. પાર્ટીએ પોતાના કાર્યકર્તાઓને તમામ બૂથ, મંડલ, જિલ્લા અને રાજ્ય કાર્યાલયો પર એકત્ર થઈને વડાપ્રધાનના સંબોધનમાં સામેલ થવાનો નિર્દેશ આપ્યો છે. આ પછી બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા વોલ પેઈન્ટિંગ રાઈટિંગની શરૂઆત કરશે. દેશભરના ભાજપના કાર્યકરો દિવાલો પર ભાજપના સૂત્રો લખશે. 6 એપ્રિલે ભાજપ 43 વર્ષનું થશે. ગુરુવારથી 14 એપ્રિલ સુધી સામાજિક ન્યાય સપ્તાહનું આયોજન કરવામાં આવશે.

ભાજપ તેના સ્થાપના દિવસ એટલે કે 6 એપ્રિલને સામાજિક ન્યાય સપ્તાહ તરીકે ઉજવે છે. જણાવી દઈએ કે ભાજપનો સ્થાપના દિવસ 6 એપ્રિલે છે અને 14 એપ્રિલે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ છે. ભાજપે 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધીના સપ્તાહને સામાજિક ન્યાય સપ્તાહ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.

6 એપ્રિલે, વડા પ્રધાન મોદીના સંબોધન પહેલાં, પક્ષ દેશભરમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજશે અને વડા પ્રધાનના સંબોધન પછી, પક્ષના નેતાઓ અને કાર્યકરો પક્ષની ગૌરવ પૂર્ણ વિકાસ યાત્રા અને મોદી સરકારની સિદ્ધિઓની ચર્ચા કરશે. સ્થાપના દિવસ ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી, કાર્યાલયો ને શણગાર અને ફળો અને મીઠાઈ ઓનું વિતરણ કરવા નું પણ આયોજન કરવા માં આવ્યું છે. 11મી એપ્રિલે સમાજ સુધારક અને ચિંતક મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ અને 14મી એપ્રિલે બાબાસાહેબ આંબેડકર ની જન્મજયંતિ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

ઓરૂમાણા શાળા ખાતે ગામની તેજસ્વી વિદ્યાર્થીની ના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજને લહેરાવી સલામી અપાઈ..

ઓરૂમાણા શાળા ખાતે ગામની તેજસ્વી વિદ્યાર્થીની ના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજને લહેરાવી સલામી અપાઈ.. ~ #369News

ચોરી ના મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડતી પાટણ સીટી બી.ડીવીઝન પોલીસ…

પાટણ તા. ૨૩પાટણ પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ નાઓની જીલ્લામાં...