લોકશાહીને ખતમ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે : મુકેશ દેસાઈ..
કોંગ્રેસે શ્રેષ્ઠ નેતૃત્વ પૂરું પાડી લોકશાહી નું જતન કર્યું છે : ચંદનજી ઠાકોર.
પાટણ તા. 27
કોંગ્રેસના રાષ્ટ્રીય યુવા નેતા રાહુલ ગાંધીને ભાજપના ઈશારે બિન લોકશાહી ઢબે સુરત કોટૅ દ્રારા માનહાનિ ના કેસમાં બે વષૅની સજા ફટકારવા ના મામલે અને તેઓનું સાસદ તરીકે નું સભ્યપદ રદ્દ કરવાના મુદ્દે લોકશાહી બચાવોના નારા સાથે સમગ્ર ગુજરાત માં સોમવારે પ્રદેશ કોંગ્રેસ ના આદેશ થી પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેના ઉપલક્ષ્યમાં પાટણ જિલ્લા કોગ્રેસ પ્રભારી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના મહામંત્રી મુકેશભાઈ દેસાઈ ના અધ્યક્ષ પદે શહેર ના જુના સર્કિટ હાઉસ ખાતે પાટણના ઇલેક્ટ્રોનિક તેમજ મીડિયાના પત્રકારોની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેલા પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રભારી મુકેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે કોગ્રેસ એ લોકશાહી ને માનનારી પાર્ટી છે. ત્યારે કોગ્રેસ ના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્રારા કાશ્મીર થી કન્યા કુમારી સુધી ની 3200 કિ. મી.ની પદયાત્રા યોજી લોકો ને જોડવાનો પ્રયાસ કર્યો છે.
ત્યારે ભાજપ સરકાર લોકશાહી ને ખતમ કરી કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા પાર્લામેન્ટમાં પૂછાતા અદાણી વિરુદ્ધ ના પ્રશ્નોના તેમજ 18 જેટલી સંયુક્ત પાર્ટીઓ દ્વારા પાર્લામેન્ટમાં jpc ગઠબંધન લાગુ કરવામાં આવે તેવું ઈચ્છી રહે છે.
ત્યારે પાર્લામેન્ટમાં રાહુલ ગાંધી દ્રારા અંબાણી વિરુદ્ધ મા કરાયેલા પ્રશ્નોના જવાબ આપી ન શકનાર ભારતના વડાપ્રધાન અન્ય મુદ્દા પર ચર્ચા કરતા હોય છે.
જેથી રાહુલ ગાંધીના પાર્લામેન્ટ માં પૂછાતા પ્રશ્નોને લઈને ભાજપ સરકાર ડરી ગઈ હોય સુરત કોટૅમાં તેઓને માનહાનિ ના કેસમાં કસુરવાર ઠેરવી બે વષૅની સજા ફટકારી તેઓનું સાસદ તરીકે નું સભ્યપદ રદ કરી લોકશાહી ખતમ કરવાનું કામ આ ભાજપની સરકારે કર્યું હોવાનું પાટણ જિલ્લા કોગ્રેસ પ્રભારીએ જણાવી આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા લોકશાહીને બચાવવા માટે ગાંધી ચિધ્યા માર્ગે કાર્યક્રમો આપી લોકજાગૃતિનું અભિયાન શરૂ કરવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું.
આ પ્રેસ બેઠકમાં ઉપસ્થિત રહેલા સિધ્ધપુર ના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પણ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરી કોંગ્રેસના શ્રેષ્ઠ નેતૃત્વની વાત દોહરાવી કોંગ્રેસ પાર્ટી એ લોકશાહીને જીવંત રાખવાનું કામ કર્યું હોવાનું જણાવ્યું હતું.
પાટણના જુના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોની પ્રેસ કોન્ફરન્સમાં પાટણ જિલ્લા પ્રભારી મુકેશભાઈ દેસાઈ, સિદ્ધપુર ના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પાટણ જિલ્લા પંચાયત વિપક્ષના નેતા અશ્વિનભાઈ પટેલ, કોંગ્રેસ અગ્રણી ભાવેશ
ભાઈ ગોઠી સહિત કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.