મંત્રી દ્વારા વિધાર્થીઓના હિતમાં આ મામલે ત્વરિત નિરાકરણ લાવવાની હૈયાધારણ આપી..
પાટણ તા. 30
પાટણ જિલ્લામાં અનુસુચિત જાતિ ના વિધાર્થીઓ ને પ્રી-મેટ્રીક તથા પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ મા પડતી મુશ્કેલીઓનુ નિવારણ લાવી તેઓને મળવાપાત્ર શિષ્યવૃતિ સમયસર મળી રહે તે અંગે પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર દ્વારા ગાંધીનગર સચિવાલય ખાતે સોમવાર ના રોજ ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયા ને રૂબરૂ મળી રજુઆત કરી હતી.
પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન નરેશભાઈ પરમારે આ સાથે આર્યુવેદીક તથા હોમીયોપેથીક મા મેનેજમેન્ટ ક્વોટા મા પારદર્શક પધ્ધતિથી મેરીટ ના ધોરણે જે અનુસુચિત જાતિ ના વિધાર્થીઓને “ફ્રી શીપ કાર્ડ” મા એડમિશન મળેલ તેવા વિદ્યાર્થીઓને જે તે કોલેજ દ્વારા મેનેજમેન્ટ ક્વોટા મા એડમિશન મળેલ તેવા વિદ્યાર્થીઓને “ફ્રી શીપ કાર્ડ” મા પડતી મુશ્કેલી દૂર કરવામાં આવે તે બાબતે પણ રજુઆત કરવામાં આવતા મંત્રી ભાનુબેન બાબરીયા એ આ રજુઆત મામલે હકારાત્મક અભિગમ સાથે તેના યોગ્ય નિરાકરણ ની હૈયાધારણ આપી હતી.