મોટી સંખ્યા નગરજનોને રથયાત્રા મા જોડાઈ પ્રભુના દશૅન નો લાભ લઈ ધન્યતા અનુભવી..
પાટણ તા. 30
સિદ્ધપુર શહેરમાં છેલ્લા બે વર્ષ થી ભક્તિ સભર માહોલ મા રામનવમી પવૅ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ચાલુ વર્ષે પણ સિધ્ધપુર વાસીઓ દ્રારા રામલલ્લા ના ઉત્સવ ની ઉજવણી ને યાદગાર બનાવવામા આવી હતી.
રામનવમીના દિવસે બપોરે 2 કલાકે ભગવાન શ્રીરામની જય જય કાર વચ્ચે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં સમગ્ર સિદ્ધપુર નગર અને તાલુકાના શ્રી રામ ભક્તો અનેરા ઉત્સાહ સાથે જોડાયો હતો.
રથયાત્રા નગરના મહોલ્લા , સોસાયટીઓ માથી નીકળી હતી જેનુ રામ ભકતો દ્રારા સ્વાગત સન્માન કરી શ્રીરામ – લક્ષ્મણ – જાનકી અને હનુમાનજીના દશૅન કરી ધન્યતા અનુભવી હતી.
રામનવમી નિમિત્તે નિકળેલી શોભાયાત્રા મા સંતો , વિવિધ યુવક મંડળો , ગરબા સેવા મંડળો અને સમગ્ર હિંદુ સમાજ સાથે બે બગીઓ , ઘોડા , નાસિક ઢોલ , ડીજે જોડાયા હતા.
શોભાયાત્રા રોકડિયા હનુમાન દેથલી ચોકડી , , અમરનાથ મહાદેવ , જયઅંબે ચોકથી છેલ્લે રોકડિયા હનુમાનએ પુર્ણ થઇ હતી.