સૂત્રોચાર કરી પ્રમુખને લેખિત રજૂઆત કરી સમસ્યાનુ નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલનની ચિમકી..
પાટણ તા. 17
પાટણ શહેરની નૂતન કો.ઓપ.સોસાયટીના રહીશોએ ભુગર્ભ ગટરના ગંદા પાણી અને અતિશય દુર્ગંધ મારતુ આવતું પીવાના પાણી ના પ્રશ્ને પાલિકા ખાતે આવી સુત્રોચ્ચાર કરી સમસ્યા ના નિરાકરણ ની માગ સાથે પાલીકા પ્રમુખ ને રજુઆત કરી હતી.
પાટણ શહેરના સિધ્ધપુર હાઇવે રોડ પર આવેલ નૂતન કો.ઓ.સોસાયટી ના કોમન પ્લોટ માં છેલ્લા બે માસથી ભુર્ગભ ગટરના ઢાંકણાં માંથી છાશ જેવોપદાર્થ બહાર નીકળી રહયો છે જેના કારણે નૂતનસોસાયટી અને આજુ બાજુમાં આવેલ 300 જેટલા પરિવાર ને આ દુર્ગંધ નો સામનો કરવો પડી રહ્યો છે.
આ સમસ્યા બાબતે રહિશો દ્વારા અવાર નવાર સ્થાનીક પદાધિકારીઓઅને નગર પાલીકાના વહીવટદારોને રજુઆત કરવામાં આવી હોવા છતાં આ સમસ્યા બાબતે કોઇ યોગ્ય પગલા ન લેવાતા અને કોરોના જેવી મહામારીના સમયમાં લોકોના આરોગ્ય ને હાની પહોચે તેવી પરિસ્થિતિ નું નિમૉણ થતાં પુનઃ આ વિસ્તારની મહિલાઓએ સોમવારે પાલિકા ખાતે આવી સુત્રોચ્ચાર કરી સમસ્યા ના નિરાકરણ ની માગ સાથે પાલીકા પ્રમુખ ને લેખતી રજુઆત કરી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી આપી હતી.
આ બાબતે પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલે જણાવ્યું હતું કે આ કામ માટે જીયુડીસી ને 2027 સુધી નિભાવણી કરવાની છે પણ તેમની એજન્સી કામ કરતી નથી એના કારણે આ ગટર નું ગંદુ પાણી બહાર આવે છે.સત્વરે આ સમસ્યા નો નિકાલ કરાવીશું તેવી હૈયા ધારણ આપી હતી.