ભક્તોએ ભગવાન નું પારણું ઝુલાવવાનો લાભ લીધો..
શહેરના ઝીણીપોળ અને રાજપુર ગામે આવેલ રામજીમંદિર માં રામનવમી નિમિત્તે કથા,ભજન સહિત ના ધાર્મિક પ્રસંગ યોજાયા.
પાટણ તા. 30
પાટણ શહેરના ભદ્ર વિસ્તાર માં આવેલ 800 વર્ષ જુના રાઘવેન્દ્ર સરકારના રામજી મંદિર માં ધામધૂમથી શ્રી રામજન્મોત્સવ ની ઉજવણી કરાઈ હતી. જેના દર્શન પૂજન અને પારણું ઝુલાવવાનો લાહવો ભાવિક ભક્તોએ લીધો હતો.
રામજી ભગવાનને લાકડાના ઘોડા વાળા સજાવેલા રથમાં આરૂઢ કરાયા હતા.
તો શહેર ના ઝીણપોળમાં આવેલ રામજી મંદિર ખાતે પણ રામનવમી ની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી જે નિમિતે રામજી ભગવાન ની કથા યોજાઈ હતી.જેમાં યજમાન પદે સુરેશભાઈ કાંતિભાઈ પટેલ પરિવારે બેસવાનો લાહવો લીધો હતો .વિસ્તાર ના અને મહોલ્લાના રહીશોએ રામનવમી એ દર્શન નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
જયારે પાટણ ચાણસ્મા રોડ પર આવેલ રાજપુર ગામમાં આવેલ રામજી મંદિર ખાતે રામ નવમી નિમિતે મંદિર પરિસર ખાતે થી પાલખી યાત્રા નીકળી હતી જેમાં ગ્રામજનો જોડાયા હતા પાલખી યાત્રા મંદિર માંથી નીકળી ગામમાં ફરી હતી .જેના દર્શનનો લાભ ગ્રામજનોએ લીધો હતો. રાત્રે ભજન સંતવાણી નું પણ આયોજન કરાયું હતું.