એકી સાથે ત્રણ પશુધનના મોત નીપજતા પશુપાલક પરિવાર ચિંતામાં મુકાયો..
વીજળી પડવાના કારણે નીપજેલા મોતને લઈ તંત્ર દ્વારા સહાય ચૂકવાય તેવી ગ્રામજનોએ માંગ કરી..
પાટણ તા. 30
રામ નવમી ના પવિત્ર દિવસે જ પાટણ જિલ્લાના રાધનપુર સાતલપુર અને સમી પથકમાં બપોરના સુમારે વાતાવરણમાં આવેલા અચાનક બદલાવને કારણે આકાશમાં કાળા ડીબાગ વાદળો છવાયા હતા. અને સુસ્વાટા બંધ પવન વચ્ચે મેઘરાજાની પધરામણી થતા ચારે બાજુ વરસાદી પાણી ફરી વળ્યા હતા.
ત્યારે પાટણના સમી તાલુકામાં આવેલા ચડીયાણા ગામે વીજળી પડવાની ઘટના બનતા ખેતરમાં બાંધેલી ત્રણ ભેંસો ઉપર આ વીજળી પડતા ત્રણેય ભેંસોના મોત નીપજતા પશુપાલકને માથે આભ તૂટી પડ્યું હતું.
એક સાથે ત્રણ પશુઓના મોતથી પશુપાલક ઠાકોર માધાભાઇ અને તેમના પરિવારજનો મા ચિતા નું મોજુ ફરી વળવાની સાથે તેઓને આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવ્યો હોય વીજળી પડવાના કારણે થયેલા મોતને લઈ પશુપાલકને તંત્ર દ્વારા વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી.