પાટણ તા.3
મનરેગા યોજના અંતર્ગત શનિવારના રોજ પાટણ તાલુકા પંચાયત હસ્તકની 9 ગ્રામ પંચાયતોમાં રોજ
ગાર દિવસની ઉજવણી સાથે સાથે દેશના વડાપ્રધાન દ્વારા પર્યાવરણને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલ એક વૃક્ષ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. મનરેગા યોજના અંતર્ગત પાટણ તાલુકા પંચાયત હસ્તકના સરવા, ખીમિયાણા, સમોડા, મોટારામણદા, ચડાસણા, માંડોત્રી,રુવાવી, મણુદ અને દિયોદરડા ગ્રામ પંચાયત ખાતે રોજગાર દિવસની ઉજવણી ના ઉપલક્ષ્યમાં તાલુકા વિકાસ અધિકારી કેતનભાઇ પ્રજાપતિ, તાલુકા મનરેગા શાખા આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી જ્યોતિબેન પટેલ દ્વારા રોજગાર લક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો એ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પર્યાવરણ લક્ષી એક વૃક્ષ મા કે નામ અભિયાન અંતર્ગત દરેક ગ્રામ પંચાયત કેમ્પસમાં વિવિધ પ્રકારના દેશી કુળના રોપાઓનું રોપણ કરી ગ્રામજનોને તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો ને વૃક્ષોનું જતન કરી પર્યા વરણના ઉછેર માટે હિમાયત કરી દરેકને તેના જતન માટેના સંકલ્પ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા.પાટણ તાલુકા પંચાયત હસ્તક ની 9 ગ્રામ પંચાયતોમાં આયોજિત કરાયેલા રોજગાર દિવસ ની ઉજવણી સહિત એક વૃક્ષ મા કે નામ કાર્યક્રમમાં પાટણ તાલુકા વિકાસ અધિકારી કેતનભાઇ પ્રજાપતિ સહિત શ્રીમતી જ્યોતિબેન પટેલ, ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રીઓ, વહીવટદારો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી