શહેરી વિકાસના 114 કામો ની સુવિસ્તાર સાથે ચર્ચા વિચારણા કરાઈ..
પાટણ તા. 31
ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા રચના કરાયેલી નગર પાલિકાની તાંત્રિક કમિટી
ની રચનાનો મુખ્ય ઉદ્દેશ એ વર્ગની નગર પાલિકાને રૂપિયા 50લાખ, બી વર્ગ ની નગરપાલિકાને રૂપિયા 40 લાખ, સી વર્ગની નગરપાલિકાને રૂપિયા 30 લાખ અને ડી વર્ગ ની નગરપાલિકાને રૂપિયા 20 લાખ સુધી ના ખર્ચ કરવા માટેની તાંત્રિક તેમજ વહીવટી મંજૂરી માટે ની સ્વતંત્રતા આપવામાં આવી છે.
ત્યારે પાટણ નગર પાલિકા ની તાંત્રિક કમિટીની સૌપ્રથમ બેઠક શુક્રવારના રોજ પાટણ નગરપાલિકા
ના ચીફ ઓફિસર સંદીપ ભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં આરસીએમ ગાંધીનગર ના અધિકારી પાયલબેન, સિધ્ધપુર નગરપાલિકાના એન્જિનિયર અલ્પાબેન, પાટણ નગરપાલિકા એકાઉન્ટ શાખાના અસ્મિતાબેન દેસાઈ તેમજ પાટણ નગર પાલિકાના એન્જિનિયર મોનીલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ નગરપાલિકા ખાતે સૌપ્રથમ વાર મળેલી તાંત્રિક કમિટીની આ બેઠકમાં રોડ રસ્તા, સ્ટ્રીટ લાઈટ, પાણી,તેમજ સેનિટેશન સહિત વિવિધ વિકાસના કામો મળી કુલ 114 કામો ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જે કામો નો ગાંધીનગર આરસીએમના અધિકારી દ્વારા અભ્યાસ કરી જરૂરી કામોને મંજૂરી આપવામાં આવશે તેવું કમિટીના અધ્યક્ષ અને પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપભાઈ પટેલે જણાવ્યું હતું.