fbpx

પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું..

Date:

વૈદિક ગણિતના તજજ્ઞો દ્વારા સમાજના 150 થી વધુ વિદ્યાર્થીઓને વૈદિક ગણિતનું સુંદર અને સચોટ માર્ગદર્શન અપાયુ..

પાટણ તા. 27
પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા અવાર નવાર સમાજલક્ષી પ્રવૃત્તિઓ સાથે સમાજ ના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા માટેના કાર્યક્રમો આયોજિત કરાતા હોય છે.શનિવારના રોજ સુભાષ ચોક નજીક પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજ ના વિદ્યાર્થી ઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં તજજ્ઞ તરીકે વૈદિક ગણિત નું આગવું જ્ઞાન ધરાવતા ધનરાજભાઇ ઠક્કર, રૂપેશ ભાઈ ભાટીયા અને ડો રાજગોપાલમહારાજા દ્વારા પ્રજાપતિ સમાજના 150 થી વધુ વિદ્યાર્થીઓને વૈદિક ગણિત નું સુંદર અને સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા આયોજિત વૈદિક ગણિત સેમીનારના કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ નિલેશ ભાઈ ઓતીયા, મંત્રી અનિલ પ્રજાપતિ, પ્રોજેક્ટ ચેરમેન હિરેન પ્રજાપતિ, કો પ્રોજેક્ટ ચેરમેન જયેશભાઈ પ્રજાપતિ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

જિલ્લામાં શહીદ દિન નિમિતે ‘શૌર્ય સંધ્યા’ કાર્યક્રમનું આયોજન કરાયું..

શહીદ દિનની સંધ્યાએ દેશના વીર સપૂતોને જિલ્લાવાસીઓએ યાદ કર્યા.. આજનો...

ગુજરાતી ફિલ્મ ‘કસુંબો’ના ફિલ્મ કલાકારોની ઉપસ્થિત મા પાટણની સેનેલાઈટ સિનેમા ખાતે પ્રોમો યોજાયો..

પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોને ફિલ્મની સ્ટોરીથી કલાકારોએ...

પાટણ બ્રહ્માકુમારી સેન્ટર અને બાલીસણા હાઇસ્કુલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ..

યોગમાં સૌથી શ્રેષ્ઠ રાજયોગ છે : નીલમદીદી. પાટણ તા. ૨૧પાટણ...

સિધ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં બનાવવા માં આવેલ હલકી કક્ષા ના રોડની કામગીરી છુપાવવા ઢાંકપિછોડો..

સિધ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં બનાવવામાં આવેલ હલકી કક્ષાના રોડની કામગીરી છુપાવવા ઢાંકપિછોડો.. ~ #369News