પાલિકા પ્રમુખ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ રાત્રી પેટ્રોલિંગ સધન બનાવવા માંગ કરી..
પાટણ તા.10
પાટણ શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસ થી મોડી રાત્રીના સમયે ચડ્ડી બનિયાન ધારી ગેંગ દ્વારા ચોરી ની ઘટનાને અપાયેલા અંજામ ને લઈને મંગળવારે પાટણ નગરપાલિકા ના પ્રમુખ શ્રીમતી હિરલબેન અજયભાઈ પરમાર અને ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી સહિત ના આગેવાનો એ પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિન્દ્રભાઈ પટેલ ને રૂબરૂ મળી શહેર ની સુરક્ષા અને સલામતી સાથે ચોરી ની ઘટનાઓ અટકાવવા માટે શહેરમાં પોલીસ પોઈન્ટ વધારવા અને રાત્રી પોલીસ પેટ્રોલિંગ સધન કરવા રજૂઆત કરવામાં આવી હતી.
આ બાબતે પોલીસ અધિક્ષક રવિન્દ્રભાઈ પટેલ દ્વારા પાલિકા પ્રમુખ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ને આશ્વાસન આપતાં આ ધટના ની યોગ્ય તપાસ કરાવી ઘટતું કરવા ખાતરી આપી પોલીસ તંત્ર તરફથી રાત્રે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને રાત્રી પેટ્રોલિંગ પણ સધન બનાવી પાટણ શહેર ની પ્રજા નિશ્ચિત કરાશે અને ચડ્ડી બનીયાન ધારી ટોળકી વહેલી માં વહેલી તકે ઝડપી લેવા પોલીસ નાં અધિકારીઓને સુચના આપવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.જિલ્લા પોલીસ અધિક્ષક ને રજૂઆત સમયે પાટણ નગરપાલિકા ના પ્રમુખ શ્રીમતી હિરલબેન પરમાર, ભાજપના શહેર પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, કોર્પોરેટર જયેશભાઈ પટેલ, પાટણ તાલુકા મહામંત્રી હરિભાઈ પટેલ,મહેન્દ્રભાઈ પટેલ સરપંચ,મદારસિંહ રાજપૂત તથા અંબાજી નેળીયા અને પદમનાથ ચોકડી વિસ્તારની સોસાયટી ના પ્રમુખો,મંત્રીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી